Not Set/ જામિયા ફાયરિંગમાં ઘાયલ થયેલા શાદાબે લખી ફેસબુક પોસ્ટ, કહ્યુ-મારી ઉપર ગોળી ચલાવવી…

30 જાન્યુઆરીએ જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારો કાયદાની વિરુધ્ધ રાજઘાટ તરફ કૂચ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ પહેલાથી જ કોલેજની સામે એકઠા થયા હતા ત્યારે એક યુવાન તેના હાથમાં બંદૂક લહેરાવતો આવ્યો અને તેણે ત્યા હાજર એક શખ્સ પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી એક વિદ્યાર્થી શાદબ ફારૂકનાં હાથમાં લાગી હતી, ત્યારબાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં […]

Top Stories India
faruq જામિયા ફાયરિંગમાં ઘાયલ થયેલા શાદાબે લખી ફેસબુક પોસ્ટ, કહ્યુ-મારી ઉપર ગોળી ચલાવવી...

30 જાન્યુઆરીએ જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારો કાયદાની વિરુધ્ધ રાજઘાટ તરફ કૂચ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ પહેલાથી જ કોલેજની સામે એકઠા થયા હતા ત્યારે એક યુવાન તેના હાથમાં બંદૂક લહેરાવતો આવ્યો અને તેણે ત્યા હાજર એક શખ્સ પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી એક વિદ્યાર્થી શાદબ ફારૂકનાં હાથમાં લાગી હતી, ત્યારબાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શૂટિંગની ઘટના અંગે શાદાબે તેની ફેસબુક વોલ પર પોસ્ટ કર્યુ છે.

શાદાબે ગોળીબારની ઘટનાને ‘અતિરાષ્ટ્રવાદનું પરિણામ’ ગણાવ્યું છે. શાદાબે લખ્યું, ‘જો તમારે વિરોધ કરવો હોય તો તેને એક બનાવો. કાળા ધ્વજ ઉભા કરો, લાલ ધ્વજ ઉભા કરો. શાદાબે વધુમાં કહ્યું કે, આ ઘટના માટે એકલા દિલ્હી પોલીસને દોષી ઠેરવી ન જોઈએ, તેના માટે જામિયા વહીવટી તંત્ર અને કુલપતિને પણ દોષી ઠેરવવા જોઈએ. માસ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 30 મી જાન્યુઆરીએ જામિયા કોઓર્ડિનેશન કમિટીએ યુનિવર્સિટીથી રાજઘાટ સુધી ગાંધી માર્ચની હાકલ કરી હતી.

Shadab જામિયા ફાયરિંગમાં ઘાયલ થયેલા શાદાબે લખી ફેસબુક પોસ્ટ, કહ્યુ-મારી ઉપર ગોળી ચલાવવી...

હું પણ વિરોધમાં જોડાવા જઇ રહ્યો હતો અને ભીડની આગળ વધવાની રાહ જોતો હતો. ત્યારે મેં જોયું કે એક શખ્સ તેના હાથમાં બંદૂક લઇને હોલી હોસ્પીટલ તરફ જતો હતો. મેં મારા કેટલાક મિત્રોને ત્યાં ઉભા જોયા, હું તરત જ તેને રોકવા માટે તે બાજુ દોડી ગયો. લોકો પોલીસને તેને રોકવા કહેતા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. મેં તેને બે વાર રોકવાનો પ્રયત્ન કર્યો, જ્યારે મેં ત્રીજી વાર આવું કહ્યું ત્યારે તેણે મારી ડાબી બાજુ ગોળી ચલાવી દીધી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.