Business/ ફેસબુક વ્યવસાય માટે 50 લાખ રૂપિયા સુધીની લોન અપાવશે, જાણો સંપૂર્ણ યોજના

ફેસબુકે ઉદ્યોગસાહસિક માટે સ્મોલ બિઝનેસ લોન્સની પહેલ શરૂ કરી છે. તેના દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે.

Tech & Auto Business
cbi 6 ફેસબુક વ્યવસાય માટે 50 લાખ રૂપિયા સુધીની લોન અપાવશે, જાણો સંપૂર્ણ યોજના

જાયન્ટ કંપની ફેસબુકે નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિક માટે સ્મોલ બિઝનેસ લોન્સની પહેલ શરૂ કરી છે. તેના દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. આ લોન દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ થશે. આ માટે ફેસબુકે ઓનલાઈન લોન વિતરણ કરતી કંપની ઈન્ડિફાઈ સાથે જોડાણ કર્યું છે.

આટલું છે વ્યાજ

કોલેટરલ વગરની લોન માટે, 17 થી 20 ટકા વ્યાજ વાર્ષિક ચૂકવવું પડશે. બીજી બાજુ, જો તમે મહિલા ઉદ્યોગસાહસિક છો, તો તમારે સામાન્ય દર કરતા 0.2 ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે. તેની ખાસ વાત એ છે કે લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી. તે જ સમયે, જ્યારે પણ બેંક હોમ લોન આપે છે, ત્યારે ગ્રાહકે તેના માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે. તે માત્ર એક જ વાર ચૂકવવામાં આવે છે. દરેકને માત્ર પાંચ દિવસમાં લોન મળી જશે.

cbi 7 ફેસબુક વ્યવસાય માટે 50 લાખ રૂપિયા સુધીની લોન અપાવશે, જાણો સંપૂર્ણ યોજના

ધ્યાનમાં રાખો

એ નોંધવું જોઇએ કે આ કાર્યક્રમ અંતર્ગત લોન માત્ર તે જ નાના ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ હશે જેઓ ફેસબુક અથવા તેના ગ્રૂપની અન્ય એપ પર ઓછામાં ઓછા છ મહિના એટલે કે 180 દિવસ સુધી જાહેરાત કરી રહ્યા છે. ફેસબુક આ કવાયત એટલા માટે કરી રહ્યું છે કે વધુને વધુ કંપનીઓ તેના પ્લેટફોર્મ અને અન્ય એપ પર જાહેરાત આપે.

ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને જણાવ્યું હતું કે મૂડીનું વધુ મહત્વ છે કારણ કે તે નાની કંપનીઓને  રીકવર કરવામાં અને વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત લોન વિતરણ અને વસૂલાતના નિર્ણયો માત્ર ઓનલાઈન ધિરાણકર્તા જ લેશે. ફેસબુકની આ પહેલ વૃદ્ધિમાં મદદ કરવા માટે એક મોટું પગલું છે. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતાભ કાંતે કહ્યું કે MSME દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. ફેસબુકનું કહેવું છે કે તે પૈસા કમાવવા માટે આ કામ નથી કરી રહ્યું. તેમાં કોઈ આવક વહેંચણી થશે નહીં, પરંતુ તે ઉદ્યોગના વિકાસને જે પ્રોત્સાહન આપશે તેનાથી ફાયદો થશે.