Business/ સસ્તો થયો LPG ગેસ, આજથી નવો ભાવ થશે અમલી

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એલપીજીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે, તેણે એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમત 1 એપ્રિલથી લાગુ થશે. આ પહેલ સરકારી સૂત્રોએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની સાથે, એલપીજી ગેસનો દર પણ ઘટશે. સૂત્રો કહે છે કે આંતરરાષ્ટ્રીય […]

Business
lpgg સસ્તો થયો LPG ગેસ, આજથી નવો ભાવ થશે અમલી

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એલપીજીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે, તેણે એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમત 1 એપ્રિલથી લાગુ થશે. આ પહેલ સરકારી સૂત્રોએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની સાથે, એલપીજી ગેસનો દર પણ ઘટશે. સૂત્રો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણો છે કે આ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થશે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના દર ત્રણ વખત ઘટ્યા છે.

Non-subsidised cooking gas price cut by a record Rs 162.50 per cylinder - INDIA - GENERAL | Kerala Kaumudi Online

હાલમાં દિલ્હીમાં 14.2 કિગ્રા ગેસ સિલિંડરોની કિંમત 819 રૂપિયા, કોલકતામાં 845.50 રૂપિયા, મુંબઇમાં 819 રૂપિયા અને ચેન્નઇમાં 835 રૂપિયા છે. ભાવ ઘટાડા પછી, 1 એપ્રિલથી આ દર દિલ્હીમાં 809 રૂપિયા, કોલકતામાં 835.50 રૂપિયા, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નઇમાં 825 રૂપિયા થશે.


છેલ્લા બે મહિનામાં ગેસ સિલિન્ડરમાં 125 રૂપિયા ભાવ વધ્યો
રાંધણ ગેસના ભાવમાં થોડા થોડા સમયે વધારો થયો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, એલપીજીના ભાવમાં 125 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરીએ, ભાવ 50 રુપિયા ત્યારબાદ, ફરી 1 માર્ચે 25 રુપિયાનો વધારો થયો.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, 64 ડોલરના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો હતો. માર્ચના શરુઆતી અઠવાડિયામાં તે 71 પર પહોંચી ગયો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રિટેલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની ગણતરી ક્રૂડ તેલના દર પર આધારિત છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં તે સસ્તું થશે.