MANTAVYA Vishesh/ ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટઃ શ્રમિકોના જીવનનું કોઈ મૂલ્ય નથી

‘તુમ્હારા ખૂન-ખૂન, હમારા ખૂન પાની’,  બોલિવૂડના સૌપ્રથમ સુપરસ્ટાર દિલીપકુમારને ચમકાવતી યહૂદી ફિલ્મમાં સોહરાબ મોદીનો આ સંવાદ આજે પણ પહેલા જેટલો જ પ્રસ્તુત છે….ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત નીપજ્યા તે ઘટનામાં આ સંવાદ બિલકુલ ફિટ બેસે છે…. શ્રમિકોના જીવનની કિંમત રીતસર પાણી જેવી જ છે….

Mantavya Vishesh

‘તુમ્હારા ખૂન-ખૂન, હમારા ખૂન પાની’,  બોલિવૂડના સૌપ્રથમ સુપરસ્ટાર દિલીપકુમારને ચમકાવતી યહૂદી ફિલ્મમાં સોહરાબ મોદીનો આ સંવાદ આજે પણ પહેલા જેટલો જ પ્રસ્તુત છે….ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત નીપજ્યા તે ઘટનામાં આ સંવાદ બિલકુલ ફિટ બેસે છે…. શ્રમિકોના જીવનની કિંમત રીતસર પાણી જેવી જ છે….

દર વખતે દુર્ઘટના, દર વખતે તપાસનું નાટક, તાત્કાલિક ધોરણે માલિકોની ધરપકડ અને પછી છેલ્લે કેસ ચાલી જાય ત્યારે ક્યાં તો જામીન પર છૂટકારો કે અથવા તો ઓછીવત્તી સજા થાય…. શ્રમિકના કુટુંબને ફેક્ટરી માલિક અને સરકાર વળતર આપી દે એટલે તેનું મોઢું પણ બંધ થઈ જાય…. ગરીબનું બિચારાનું મોઢું પણ કેટલું હોય…. તેમા પણ શ્રમિક હોય પરપ્રાંતીય એટલે તો પૂછવું જ શું, આવા જ એક પરપ્રાંતીયના પુત્રનું કથિત ધોરણે મર્ડર કરાયાની પિતાની ફરિયાદ છતાં જો પોલીસ એફઆઇઆર પણ લેતી ન હોય તો આવા કિસ્સામાં તો ગરીબનું સાંભળવાનું જ કોણ….

ગુજરાતમાં 2018થી 2022 દરમિયાનના પાંચ વર્ષમાં વિવિધ ફેક્ટરી અકસ્માતોમાં 992 શ્રમિકોના મોત નીપજ્યા છે…. તેમા સૌથી વધુ સુરતમાં 155, તેના પછીના ક્રમે અમદાવાદના 126, જ્યારે ત્રીજા ક્રમે 92 મોત સાથે વલસાડ આવે છે…. આટલા-આટલા છતાં તંત્ર અથવા ફેક્ટરી માલિકોના પેટનું પાણી હાલ્યું નથી….ફેક્ટરી માલિકો નફાના લાલચમાં શ્રમિકોના જીવન સાથે રીતસરની રમત રમી રહ્યા છે, તેના જીવનની અવગણના કરી રહ્યા છે….

આ ફેક્ટરી માલિકો તેમને ત્યાં કામ કરતાં શ્રમિકોની સલામતીના કોઈ પગલાં લેતા નથી. આ શ્રમિકો એકદમ અસલામત વાતાવરણમાં કામ કરે છે….મોટાભાગે આ શ્રમિકો પરપ્રાંતીય હોય છે, સ્થાનિક શ્રમિક હોતા નથી અથવા હોય તો પણ તેનું પ્રમાણ બહુ ઓછું હોય છે…. આ શ્રમિકો પૂરતું ભણેલા પણ હોતા નથી…. તેના કારણે તેમને તેમના કાયદાકીય અધિકારોનું જ્ઞાન પણ હોતું નથી….

આના પરિણામે જોખમી સ્થળોએ કામ કરતાં શ્રમિકને તેના માલિકે તેમની સલામતીને લગતા માપદંડોનું પાલન કર્યુ છે કે નહીં તેની ખબર જ હોતી નથી…. આ શ્રમિકને ખબર નથી કે તે જ્યાં કામ કરી રહ્યો છે ત્યાં તેના માથા પર રીતસરનું મોત ભમે છે…. આવી કોઈ એકાદ ફેક્ટરી નથી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને શહેરોમાં આવી અનેક ફેક્ટરીઓ છે….શ્રમિકો રીતસરના અસુરક્ષિત વાતાવરણમાં કામ કરે છે…. તંત્ર આ પ્રકારની ફેક્ટરીઓની તપાસ ખાસ કરતું નથી અને તપાસ કરી હોય તો તેને ફક્ત નોટિસ આપીને સંતોષ માની લે છે…. તેના પછી તેણે આગળ કોઈ પગલાં લીધા કે નહીં તે જોતું નથી…. ફેક્ટરીએ સલામતીના માપદંડોનું પાલન કર્યું ન હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થતી નથી….

બીજી બાજુએ ગુજરાતમાં ધમધમતી લગભગ 21 હજારથી વધુ ફેક્ટરીઓના માલિકો પર તંત્રના ચારેય હાથ છે અને તેમા કેટલાય તો ભાગીદારો પણ છે. આ સંજોગોમાં સમરથ કો ન દોષ ગુંસાઈની કહેવત સાચી ઠરે છે….આ ફેક્ટરી માલિકો પ્રદૂષણ નિયંત્રણના નિયમોથી લઈને શ્રમિકોની સલામતીને લગતાં કોઈપણ પ્રકારના કાયદાકીય નિયમોનું પાલન કરતાં નથી…. પ્રદૂષણ નિયંત્રણના નિયમો અંગે ગુજરાત હાઈકોર્ટે આપેલી સૂચનાને પણ તેઓ ઘોળીને પી ગયા છે….

તેઓ તેમના ઝેરી કેમિકલ્સવાળુ પાણી પણ ગમે તેમ છોડી દે છે અને તેના કારણે કેટલીય ખેતીની જમીન ખરાબાની જમીન ખરાબાની જમીન બની ગઈ છે…. આ ફેક્ટરી માલિકો જે વિસ્તારમાં હોય છે તે વિસ્તાર આખો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ત્યાંના લોકોની આયુષ્યરેખા આમ પણ ટૂંકી થઈ જાય છે, પણ ફેક્ટરી માલિકોને તેની કશી જ પડી નથી….

બીજી બાજુએ ગરીબ શ્રમિકો અસંગઠિત છે…. આર્થિક રીતે પણ પછાત છે, ભણેલા છે નહી…. આ ઉપરાંત પરપ્રાંતીય છે. સ્થાનિકોથી અજાણ છે, તેમને મદદ કરનારું કોઈ નથી, ભાષાકીય અવરોધ છે, તેમને કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી…. આ ઉપરાંત તે સ્થાનિક વોટબેન્ક પણ નથી…. આવાની વાત સાંભળે કોણ…. આમ ગરીબનો અવાજ ક્યાંય સંભળાતો નથી…. તેમા પણ પરપ્રાંતીય ગરીબનો અવાજ તો જરા પણ સંભળાતો નથી….

તેઓ જે જોખમી કામ કરે છે તેની તુલનાએ મળતું વળતર પણ અત્યંત ઓછું હોય છે, એટલું જ નહીં તેઓને વેતન પણ સમયસર મળતું નથી…. તેઓને અહીંનું રેશનિંગ કાર્ડ પણ સ્થાનિક ધોરણે એક્સેસ હોતું નથી…. તેઓ ફક્ત મજૂરી હોય ત્યાં જાય છે….તેઓને સારવાર માટે કોઈ આયુષ્યમાન કાર્ડ પણ હોતું નથી…. કેટલાય શ્રમિકોને આજે પણ ખબર નથી કે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મફત મળે છે, તેમના કારખાનાના માલિકો આ શ્રમિકો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવાની તસ્દી પણ લેતા નથી… આમ ફેક્ટરી માલિકો બધી જ રીતે શ્રમિકોની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દે છે….

આના કારણે છેવટે કોઈ અકસ્માત થાય ત્યારે ફેક્ટરી માલિક તો અદ્રશ્ય થઈ જાય છે, છેવટે સરકારે આ ભોગ બનેલાઓના કુટુંબોને વળતર ચૂકવવાનું આવે છે…. આમ છતાં આ બધી પળોજળનો અહીં અંત નથી…. છેલ્લા દાયકાથી લગભગ આ પ્રકારની પરિસ્થિતિ ચાલી જ આવે છે….રાજ્યમાં લગભગ દરેક ઉદ્યોગમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, ફક્ત જીઆઇડીસીની ફેક્ટરીઓ આવું કરે છે તેવું નથી, કન્સ્ટ્રકશન કંપનીઓ પણ આ જ માર્ગે ચાલે છે…. તેમા પણ ઘણા અકસ્માત થાય છે, અહીં પણ ઉદ્યોગોમાં કામગીરી કરતી વખતે સલામતીના કોઈપણ માપદંડોને ધ્યાનમાં લેવાતા નથી….તેના કારણે અકસ્માત સર્જાય છે અને શ્રમિક મોતને ભેટે છે….

વાતને સાવ સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં ફેક્ટરીમાં નોકરી કરવી હોય તો દરેકે પોતાના જાનના જોખમે કરવી, ફેક્ટરી માલિકો તેઓના જાનમાલની કોઈ સલામતી લેવાના નથી….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત