Not Set/ મહારાષ્ટ્ર સરકાર ગઠન/ મોદી-શાહના સંદેશ બાદ ફડણવીસે રાજીનામું આપ્યું હોવાનો અહેવાલ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તેઓ મોટા ભાઈને મળવા દિલ્હી જશે મહારાષ્ટ્રની રાજકીય ઉઠાલપા માં બુધવારે એક મોટો વળાંક આવ્યો છે. કોર્ટના ચુકાદા બાદ અચાનક અજિત પવાર અને ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે જેમણે માત્ર 80 કલાક પહેલા મુખ્યમંત્રીના શપથ લીધા હતા, બંને એ વાર ફરતી રાજીનામાં આપ્યા છે, આના થોડા કલાકો […]

Top Stories India
pm modi amit shah મહારાષ્ટ્ર સરકાર ગઠન/ મોદી-શાહના સંદેશ બાદ ફડણવીસે રાજીનામું આપ્યું હોવાનો અહેવાલ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તેઓ મોટા ભાઈને મળવા દિલ્હી જશે

મહારાષ્ટ્રની રાજકીય ઉઠાલપા માં બુધવારે એક મોટો વળાંક આવ્યો છે. કોર્ટના ચુકાદા બાદ અચાનક અજિત પવાર અને ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે જેમણે માત્ર 80 કલાક પહેલા મુખ્યમંત્રીના શપથ લીધા હતા, બંને એ વાર ફરતી રાજીનામાં આપ્યા છે, આના થોડા કલાકો પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફડણવીસે 27 નવેમ્બરના રોજ બહુમતી સાબિત કરવી જોઈએ. દરમિયાન પ્રાપ્ત સુત્રો પાસે થી જાણવા મળ્યું છે કે,  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંદેશા બાદ ફડણવીસે રાજીનામું આપ્યું છે. જાણો આખી ઘટના શું છે –

મહારાષ્ટ્રના મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા લાંબી ના હોવી જોઇએ કારણ કે તેના કારણે  ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગ નું જોખમ વધી જાય છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો ત્યારે સંસદ દિલ્હીમાં અધિવેશનમાં હતી અને અમિત શાહ પણ પીએમ મોદીની સાથે બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર કોર્ટના ચુકાદા બાદ બંને મળ્યા હતા અને ત્યાંથી ફડણવીસને સંદેશ મોકલવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે જ સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે ફડણવીસ રાજીનામું આપશે. આ પછી, બપોરે 3.30 વાગ્યે, ફડણવીસે મીડિયાને સંબોધન કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી.

દરમિયાન શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ એનપીસી પ્રમુખ શરદ પવારનો આભાર માન્યો હતો. એમ પણ કહ્યું હતું કે હું દિલ્હી જઈશ અને મોટા ભાઈ ને મળીશ. તેનો સંદર્ભ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.