Not Set/ પરિજનોની આજીજી છતા ડોક્ટરોએ ન આપ્યું ઓક્સિજન, બે નવજાત બાળકોનાં થયા મોત

ક્યારેક જેને ભગવાન પછી પૂજવામાં આવે છે અને લોકોનાં જીવ કોઇ પણ ભોગે બચાવવાની જેની પ્રોફેશનલ નેમ હોય છે, તેવા ડોક્ટરો પણ પોતાની પોઝિશન અને અહમમાં એવુ કરી નાખે છે કે, તે આ નોબલ પ્રોફેશનને કલંકીત કરી જાય છે અને આવી જ ઘટના બની છે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાનાં નર્સિંગ હોમમાં. સોમવારે નર્સિંગ હોમમાં ઓક્સિજનના […]

India
newly born.jpg1 પરિજનોની આજીજી છતા ડોક્ટરોએ ન આપ્યું ઓક્સિજન, બે નવજાત બાળકોનાં થયા મોત

ક્યારેક જેને ભગવાન પછી પૂજવામાં આવે છે અને લોકોનાં જીવ કોઇ પણ ભોગે બચાવવાની જેની પ્રોફેશનલ નેમ હોય છે, તેવા ડોક્ટરો પણ પોતાની પોઝિશન અને અહમમાં એવુ કરી નાખે છે કે, તે આ નોબલ પ્રોફેશનને કલંકીત કરી જાય છે અને આવી જ ઘટના બની છે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાનાં નર્સિંગ હોમમાં. સોમવારે નર્સિંગ હોમમાં ઓક્સિજનના અભાવે બે નવજાત બાળકોનું મોત નીપજ્યાં હતાં. પરિવાર ઓક્સિજન માટે પ્રાર્થના કરતા રહ્યા પરંતુ ડોક્ટરોને કોઇ પરવા ન કરી અને ઘટી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના.

મૈનપુરી શહેરના ઉત્તમ નર્સિંગ હોમ સાથે સંબંધિત છે.  શહેરનાં જેથરા વિસ્તારમાં આવેલા ગામ માનિકપુરમાં રહેતા સત્યપાલનાં પુત્ર મહેશ ચંદ્રાએ રવિવારે રાત્રે સાડા નવ વાગ્યે સગર્ભા પત્ની સીમાને ડિલિવરી માટે ઉત્તમ નર્સિંગ હોમ દાખલ કરી હતી. એવો આરોપ છે કે ડિલિવરીના નામે ડો.ઉત્તમ યાદવ અને ડો. રીતુ ગુપ્તાએ 30 હજાર રૂપિયા અગાઉથી જમા કરાવ્યા હતા. બાદમાં 25 હજાર રૂપિયાની વધુ માંગ કરવામાં આવી હતી. રાત્રે સાડા દસ વાગ્યે સીમાએ રાબેતા મુજબ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો. 

જ્યારે બાળકોને ઓક્સિજન લાગુ કરવા વિનંતી કરવામાં આવી ત્યારે, તેમને ઓક્સિજન આપવામાં આવ્યું નહીં. જ્યારે સ્થિતિ વધુ વણસી જતા પીડિતા બાળકો સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબોએ હાલત નાજુક હોઇ બાળકોને સૈફાઇ રિફર કર્યા હતા. સૈફાઇ લઈ જતા એક બાળકનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યનું મોત સૈફાઇ હોસ્પિટલમાં થયું હતું.

આમ માત્ર 25 હજાર રૂપીયાની લાલચ અને પોતાનાં ખોટા અહમ અને સામે વાળાની મજબુરી પણ ન જોતા આવા ડોક્ટરોને ભગવાન પછીનો દરજ્જો કેમ આપી દેવો તે પણ ક્યારેક પ્રશ્ન થઇ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.