શ્રદ્ધાંજલિ/ બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સાવન કુમાર ટાકનું નિધન, 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક સાવન કુમાર ટાકનું નિધન થયું છે. તબિયત લથડતા તેમને ગઈકાલે રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Top Stories Trending Entertainment
સાવન કુમારટાંકનું

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક સાવન કુમાર ટાકનું નિધન થયું છે. તબિયત લથડતા તેમને ગઈકાલે રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમણે લગભગ 4.15 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 10:30 કલાકે પવન હંસ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર અને હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

સાવન કુમારના મૃત્યુની માહિતી તેમના ભત્રીજા નવીન ટાકે આપી છે. આ વિશે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી ફેફસાની બિમારીથી પીડિત હતા. તાજેતરમાં તેઓ ખૂબ જ નબળાઈ અનુભવી રહ્યા હતા અને તેમને તાવ પણ આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પર ખબર પડી કે તેમના ફેફસાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમનું હૃદય પણ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સલમાને ટ્વિટર પર તેમની સાથેની પોતાની એક તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સલમાને ટ્વીટ કર્યું, ‘તમારા આત્માને શાંતિ મળે. હંમેશા તમને પ્રેમ અને આદર આપ્યો છે.

સાવન કુમાર ટાક બોલિવૂડના એવા નિર્માતા નિર્દેશકોમાંથી એક હતા જેમણે ઘણા મોટા કલાકારો સાથે ફિલ્મો બનાવી હતી. તેમણે સલમાન સાથે ‘સાવન’ ફિલ્મ બનાવી છે. ઉપરાંત, તેઓ સંજીવ કુમાર અને મેહમૂદ જુનિયર ઉર્ફે નઈમ સૈયદ જેવી પ્રખ્યાત હસ્તીઓને ઉદ્યોગમાં બ્રેક આપવા માટે જાણીતા છે. નોંધનીય છે કે ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ મીના કુમારી સાથેની ‘ગોમતી કે કિનારે’ હતી.

સાવન કુમાર ટાકને બોલિવૂડમાં મલ્ટી ટાસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સાવન નિર્માતા, નિર્દેશક, લેખક અને ગાયક તરીકે પ્રખ્યાત હતા. જોકે, ડિરેક્શનના કામમાં સાવને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આ દરમિયાન, સાવન કુમાર ટાકે તેમના ફિલ્મી કરિયરમાં નિર્દેશક તરીકે ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી જેમાં સોતન કી બેટી, હવસ, સૈતાન, બેવફા સે વફા, સનમ બેવફા, ચાંદ કા ટુકડાનો સમાવેશ થાય છે.