આર્થિક પરેશાની/ પ્રખ્યાત ગાયિકા સોના મહાપાત્રની આર્થિક હાલત કફોડી,પોસ્ટ શેર કરી

કોરોના મહામારીમાં સિંગર સોના મહાપાત્રની આર્થિક હાલત ખરાબ છે.

Entertainment
singer પ્રખ્યાત ગાયિકા સોના મહાપાત્રની આર્થિક હાલત કફોડી,પોસ્ટ શેર કરી

કોરોના મહામારીમાં સમગ્ર દેશ સંઘર્ષ કરી રહ્યો છે જેના લીધે લોકો અનેક મુશકેલીઓનો સામનો કરી રહ્યા છે. આ મહામારીમાં સેલિબ્રિટી પણ અનેક સમસ્યાઓનું સામનો કરી રહ્યા છે.જાણીતી સિંગર સોના મોહાપાત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે તેમાં તેણે પોતાની આર્થિક સ્થિતિ હાલ સારી નથી તે આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે. તેણે જમા કરેલી તમામ બચત એક ફિલ્મમાં જતી રહી અને કોરોના મહામારીના લીધે આર્થિક હાલત ખરાબ થઇ ગઇ છે..

સોના મહાપાત્રાએ પોતાના ટવીટર પર એક પોસ્ટ શેર કરી હતી આ પોસ્ટમાં તેણે  સ્મિત સાથે એક સેલ્ફી શેર કરી હતી. પરંતુ તેણે આ પોસ્ટમાં જે શેર કર્યું છે તે ખરેખર વ્યગ્ર છે.  આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે ‘પીડાથી ભાગી શકાતું નથી પણ તેનાથી નારાજ થવું તમારી પસંદ છે .હું હસી રહી છું.તેણે પોતાની આર્થિક હાલત વિશે લખતા જણાવ્યું કે મારી ફિલ્મ શટઅપસોનામાં મારી તમામ બચત તેમાં જતી રહી અને તે પણ કોરોના મહામારી શરૂ થતાં પહેલા જ. કોરોના મહામારીના લીધે એવી હાલત પર આવીને ઉભા થઇ ગયાં છે કે આવકનો કોઇ સ્ત્રોત નથી.