Death Anniversary/ SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું….

70 અને 80 ના દાયકામાં યસુદાસ અને બાલાસુબ્રમણ્યમની ફિલ્મોમાં ઘણી માંગ હતી. સંગીતકાર ઇલયારાજ સાથે બાલાસુબ્રમણ્યમની જોડી ખૂબ જ પ્રખ્યાત હતી…

Trending Entertainment
a 371 SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું....

પોતાના મખમલી અવાજના જાદુથી દરેક લોકોના દિલ જીતનાર ‘ગાયકી ના ચાંદ’ એસપી બાલાસુબ્રમણ્યમને આજે દરેક વ્યક્તિ યાદ કરી રહ્યા છે, તેમના ગીતો ચાહકોના મનમાં છે અને આજીવન યાદ રહેશે. હિન્દી સિનેમામાં તેમના રોમાંસ, આનંદ અને મનોરંજનથી ભરપૂર ગીતો માટે તેઓ હંમેશા યાદ રહેશે. પાંચ દાયકાની કારકિર્દીમાં, બાલાસુબ્રમણ્યમએ 16 ભાષાઓમાં 40,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો અને છ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પણ રહ્યા. તેમને 2001 માં પદ્મશ્રી અને 2011 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આજે બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ છે.

આજે ટ્વિટર પર #SPBalasubrahmanyam ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમના ચાહકો ફોટા  દ્વારા જૂની યાદોને તાજી કરી રહ્યા છે. તેમના ગીતો વીડિયો સ્વરૂપે શેર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :ભારતી સિંહ અને હર્ષને જામીન આપવા પર નિરાશ છે NCB, કહ્યું – આ સમાજ માટે…

70 અને 80 ના દાયકામાં યસુદાસ અને બાલાસુબ્રમણ્યમની ફિલ્મોમાં ઘણી માંગ હતી. સંગીતકાર ઇલયારાજ સાથે બાલાસુબ્રમણ્યમની જોડી ખૂબ જ પ્રખ્યાત હતી. એસપી બાલાસુબ્રમણ્યમ દાયકાઓ સુધી સૌથી વધુ માંગ રહી હતી. એટલું જ નહીં, તેમણે 90 ના દાયકામાં વધુ લોકપ્રિયતા મેળવી જ્યારે તેમણે સંગીતકાર એ.આર. રહેમાનના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. રહેમાન સાથેના તેમના સહયોગથી તેમને દેશના દરેક ખૂણેથી પ્રેમ મળ્યો.

a 367 SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું....

બોલીવુડની ફિલ્મોમાં તેમને સુપરસ્ટાર સલમાન ખાનના ગાયક તરીકે બહુ નામના મેળવી હતી. બાલાસુબ્રમણ્યમે ગીત ગાવાનું બંધ કરતા સોનુ નિગમ, ઉદિત નારાયણ અને અન્ય ગાયકોએ તક ઝડપી લીધી અને બૉલીવુડ ફિલ્મોમાં સલમાન ખાન માટે ગાવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો :સલમાન ખાને તેની રિલેશનશિપને લઈ કર્યો ખુલાસો, જાણો કોણ છે હસીના ?

સલમાન ખાનની પ્રથમ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લઈને બીજી ઘણી સુપરહિટ ફિલ્મોમાં બાલાસુબ્રમણ્યમે પોતાના મોઘમ અને મનમોહક અવાજમાં ગીતો ગાયા છે. આ યાદીમાં હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ પણ સામેલ છે.

a 368 SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું....

કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માં ગાયેલા ગીતો માટે એસ. પી. બાલાસુબ્રમણ્યમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

બાલાસુબ્રમણ્યમે 25 વર્ષ સુધી બોલીવુડમાં અનેક હિટ ગીતો આપ્યા, જેના કારણે તેમને 6 રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. બાલાસુબ્રમણ્યમે તેમના હિન્દી ગીતો દ્વારા દાયકાઓ સુધી બોલિવૂડ પર રાજ કર્યું. તેમના કેટલાક ચાર્ટબસ્ટર્સમાં ‘જીવન ધારા’, ‘દીદી તેરા દેવર દિવાના’, ‘હમ બને તુમ બને’, ‘રૂપ સુહાના લગતા હૈ’, ‘પેહલા પહેલા પ્યાર હૈ’, ‘મેરે રંગ મેં રંગે વાલી’ નો સમાવેશ થાય છે.

a 369 SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું....

આ પણ વાંચો :ગદર 2 નું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરુ! શું સની દેઓલ ફરી એક વખત પુત્ર માટે પાકિસ્તાન જશે?

તામિલ, તેલગુ, કન્નડ અને મલયાલમ સહિત 14 ભારતીય ભાષાઓમાં તેમણે ગીતો ગાયા છે, જેમાં સંસ્કૃતમાં પણ સામેલ છે.

એસ. પી. બાલાસુબ્રમણ્યમ મૂળ તિરુવલ્લુર જિલ્લામાં આવેલા કોનેડમદપટ્ટુ ગામના હતા. આ ગામ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ (એપી)ની સરહદ નજીક આવેલું છે. તેમનો જન્મ 4 જૂન 1946ના રોજ થયો હતો.

a 370 SP બાલાસુબ્રમણ્યમની પ્રથમ પુણ્યતિથિ પર ચાહકો થયા ભાવુક, ટ્વિટર પર ટ્રેન્ડ થયું....

નોંધનીય છે કે ગયા વર્ષે બે મહિનાથી વધુ સમય સુધી કોરોના વાયરસ ચેપ સામે લડ્યા બાદ એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરે નિધન થયું હતું.

આ પણ વાંચો :કપિલ શર્મા શો સામે દાખલ કરાઈ FIR, મુશ્કેલીમાં ફસાઈ શકે છે મેકર્સ અને કપિલ શર્મા