ગુજરાત/ સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સાથે લાવ્યા પંખા, RMOનું નિવેદન સામે આવ્યું

સયાજી હોસ્પિટલમાં દર્દીઓ ગરમીથી ત્રસ્ત થઈ પંખા ઘરેથી સાથે લાવ્યા. આ મામલો સામે આવતા જ લોકોમાં ઉહાપોહ જોવા મળ્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 05 25T163655.089 સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સાથે લાવ્યા પંખા, RMOનું નિવેદન સામે આવ્યું

વડોદરા: સયાજી હોસ્પિટલમાં દર્દીઓ ગરમીથી ત્રસ્ત થઈ પંખા ઘરેથી સાથે લાવ્યા. આ મામલો સામે આવતા જ લોકોમાં ઉહાપોહ જોવા મળ્યો. હવે આ મામલે હોસ્પિટનલા RMOનું નિવેદન સામે આવ્યું છે. RMO ડૉ. દેવશી હેલૈયાએ જણાવ્યું કે પરિસ્થિતિ અને દર્દીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી તંત્રએ તમામ વ્યવસ્થા કરી છે. હિટ સ્ટ્રોકના વોર્ડમાં કૂલર અને એસી બંને છે. તેમજ પંખો બગડ્યો હોય તો તેને રિપેર કરવા અધિક્ષકે ઈલેક્ટ્રિશિયનને આદેશ આપ્યા છે.

રાજ્યમાં ગરમીના પારોએ રેકોર્ડ તોડ્યો છે. જેના કારણે લોકો હિટ સ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. લોકોને લૂ લાગવતા તેમજ ચક્કર આવવા જેની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. ત્યારે દર્દીઓને હોસ્પિટલમાં સારવારના અભાવે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળ્યા. હોસ્પિટલમાં તંત્ર દ્વારા લગાવેલ પંખા યોગ્ય ન હોવાથી દર્દીઓ પરેશાન થયાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાગેલા પંખા યોગ્ય કામગીરી આપતા નથી. આ મામલે હોસ્પિટલ સત્તાધીશોની ફરિયાદ કરવામાં આવી. દરમ્યાન દર્દીઓ ગરમીમાં રાહત મેળવવા ઘરેથી પંખા લાવવા લાગ્યા. આ મામલો મીડિયામાં સામે આવતા હોસ્પિટલ સત્તાધીશોએ કામગીરીના આદેશ આપ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં આ વર્ષની ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, હવામાનની પેટર્નમાં થયો બદલાવ

આ પણ વાંચો: મુસ્લિમ આરક્ષણ પર સંઘર્ષ, CM યોગીએ કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમોના OBC ક્વોટા રદ કર્યાના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ