Tellywood/ કરણ જોહરની એક પોસ્ટથી ચાહકો થયા નિરાશ, લોકોએ બોલ્યા- કહી દો કે આ જુઠ છે….

કરણ જોહરે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કરણે લખ્યું, ‘કોફી વિથ કરણ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને લગભગ 6 સીઝન માટે તમે પણ.

Entertainment
કરણ જોહર

બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહરનો શો ‘કોફી વિથ કરણ’ ભારતમાં સૌથી લોકપ્રિય ચેટ શોમાંનો એક છે. હિન્દી ફિલ્મોની હસ્તીઓથી લઈને સાઉથના ફિલ્મ સ્ટાર્સ સુધી, ઘણા લોકોએ આ પ્રખ્યાત અને વિવાદાસ્પદ સોફાને શોભાવ્યો છે. આ શોમાં અત્યાર સુધીમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સે ભાગ લીધો છે. જો કે હવે તેના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, હકીકતમાં શો હવે બંધ થઈ રહ્યો છે અને કરણ જોહર ફરીથી કાઉચ પર બેસીને કોઈની સાથે કોફી પીશે નહીં.

કરણ જોહર દ્વારા તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કરણે લખ્યું, ‘કોફી વિથ કરણ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને લગભગ 6 સીઝન માટે તમે પણ. મને આશા છે કે મેં આ પોપ કલ્ચરની દુનિયામાં મારા કામથી એક અલગ છાપ છોડી છે. આવી સ્થિતિમાં, હું ભારે હૃદય સાથે કહેવા માંગુ છું કે હવે કોફી વિથ કરણ પાછું નહીં આવે.

Instagram will load in the frontend.

જો તમને યાદ હોય તો તમને જણાવી દઈએ કે ગત સીઝન દરમિયાન ડાયરેક્ટર કરણ જોહર નો આ શો ટ્રોલર્સના નિશાના પર આવ્યો હતો, જેના કારણે તેને થોડા સમય માટે ઓફ એર કરવામાં આવ્યો હતો. જો કે, આ શો ઘણીવાર વિવાદોથી ઘેરાયેલો રહે છે, કારણ કે જ્યારે પણ તેમાં કોઈ સ્ટાર આવે છે, ત્યારે તે કોઈને કોઈ વિવાદાસ્પદ નિવેદનને કારણે હેડલાઈન્સમાં આવે છે.

વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, કરણ ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ તેની આગામી ફિલ્મો જેવી કે જુગ્જુગ જિયો, બ્રહ્માસ્ત્ર, લાઇગર, ગોવિંદા નામ મેરાને પણ સપોર્ટ કરી રહ્યો છે. આ સાથે તે રણવીર અને આલિયાની સાથે રોકી ઓર રાની કી લવ સ્ટોરી પણ લાવી રહ્યો છે.

આ પણ વાંચો:નવનીત રાણા અને રવિ રાણાને મળ્યા જામીન, કોર્ટે કહ્યું કે જો હવે…