Gandhinagar News: દેશના ખેડૂતો (Farmers)ની ખેત પેદાશો (Agri Products)ના પોષણ ભાવ માટે ટેકાના ભાવનો કાયદો બનાવવાની માગણી માટે 13 મહિનાથી દિલ્હીની ખીલોરી બોર્ડર અને શંભુ બોર્ડર સંયુક્ત કિસાન મોરચાના આગેવાન સરદાર ડલેવાલજીના નેતૃત્વમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા ખેડૂતોની યોગ્ય માગણીઓ અંગે કેન્દ્ર સરકારે પગલા ભરીને ટેકાના ભાવનો ગેરેન્ટી કાયદો બનાવવો જોઈએ ટેકાના ભાવનો કાયદો બનશે તો જ ખેડૂતો અને ખેતી બચી શકે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિરુદ્ધ કંપનીઓના હિત માટે કામ કરી રહી છે.
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ કેન્દ્ર સરકાર ફરીથી નવી કૃષિ વેપાર નીતિ અંગેના કાયદાનો મુસદ્દો સંસદમાં લાવી રહી છે, તેઓ આક્ષેપ ખેડૂત સંગઠનો કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ખેતીક્ષેત્ર ને કોર્પોરેટ કંપનીઓના હિત માટે ખુલ્લું મૂકી રહી છે. ત્યારે ખેડૂતોની પાયાની વ્યાજબી માંગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર ચાલતા ધારણા આંદોલનને તોડી પાડવા પોલીસ બળનો ઉપયોગ કરી અડધી રાત્રે બુલડોઝર ચલાવી તંબુઓ તોડી પાડવામાં આવ્યા હતા અને ધારણા ઉપર બેઠેલા આંદોલનકારી ખેડૂતોના આગેવાનોની અટકાયત કરી હતી.
ખેડૂત આંદોલનને વિખેરવાના આ બિનલોકશાહી પગલાનો ગુજરાત સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત સંગઠનો ગુજરાત ખેડૂત સમાજના જયેશભાઈ પટેલ ગુજરાત કિસાન સભાના ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા વખોડે છે છે અને નિવેદન કરી માગ કરે છે કે ટેકાના ભાવની ગેરંટીનો કાયદો બનાવવો આજના સમયની મુખ્ય માગ છે ખેડૂતોની માંગણીઓ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવની છે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો ખેત મજદૂરોની રોજગારી અને ગ્રામીણ અર્થતંત્રને બચાવવા ટેકાના ભાવનો ગેરંટી કાયદો બનાવવો જોઈએ.
આ પણ વાંચો:સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ, છતાં NPA વધી રહ્યો છે, ખેડૂતો લોન કેમ ચૂકવી શકતા નથી ?
આ પણ વાંચો:જગતના તાત “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી,જાણો શું મળશે લાભ
આ પણ વાંચો:કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી