fertiliser/ નકલી ખાતરના સોદાગરોએ કરી ખેડૂતો સાથે છેતરપિંડી

ગીર સોમનાથના મિતિયાજ ગામે નકલી DAP ખાતરનું કૌભાંડ સામે આવતા…..

Gujarat Top Stories
Image 2024 06 13T193954.428 નકલી ખાતરના સોદાગરોએ કરી ખેડૂતો સાથે છેતરપિંડી

Gir Somnath News: ગીર સોમનાથના મિતિયાજ ગામે નકલી DAP ખાતરનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં DAP ખાતરની અછત થઈ હતી. તે વખતે ઉનાના તડ ગામે ખાનગી એગ્રો ચલાવતા પરેશ પૂજા લાખણોત્રા નામના શખ્સે નકલી DAP ખાતર બનાવી કોડીનારના મિતિયાજ ગામના ખેડૂતોને પધરાવ્યું હતું. ખેડૂતોને આ જાણથતાં નવાબંદર પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.

જોકે, ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવાની જાણ થતાં કિસાન એકતા સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ તપાસના આધારે સમગ્ર મામલાની નવાબંદર પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, તડ ગામે પરેશ પૂજા લાખણોત્રા નામનો શખ્સ જે એગ્રો કંપની ચલાવે છે, તેની પાસે એગ્રોનું લાયસન્સ જ નથી. એટલું જ નહિં, જૂનાગઢનો મૂળરાજ ઉર્ફે મુળું નારણ ચાવડા જે ક્રોપ્સ ફટીલાઈઝર નામની કંપની માંથી કમિશન એજન્ટ તરીકે કામ કરે છે, તે કંપનીમાંથી નકલી ખાતર લાવી તડ એગ્રો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો તેમ જાણવા મળ્યું છે.

આ ઘટનાનાં તાર મહેસાણા સુધી પહોંચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. મહેસાણામાં પણ આવી જ એગ્રો ફર્ટિલાઈઝર કંપની છે. કંપની NPK, બાયો પોટાશ અને પ્રોમ વગેરે ઉત્પાદન(ખાતર) બનવાનું લાયસન્સ ધરાવે છે. જોકે, તપાસ કરતા આ કંપનીએ નકલી DAP ખાતરની થેલી બનાવી ખાતર વેચ્યું હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ