Not Set/ બનાસકાંઠાનાં ધાનેરામાં ખેડૂતોએ ચક્કાજામ સર્જ્યો, અધિકારી દ્રારા મજાક કર્યાની રાવ

બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ ચક્કાજામ સર્જ્યો. ચક્કાજામના કારણે હાઈવે પર બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અને હજારો મુસાફરો અધ વચ્ચે અટવાઈ પડ્યાં હતા. રાયડાની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા બાદ અધિકારીઓ જ ગુમ થઈ જતા ખેડૂતો ઉશ્કેરાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વાર મળતીયાઓનો જ માલ ખરીદવામાં આવ્યો છે. અને જ્યારે […]

Gujarat Others
bsk dhanera બનાસકાંઠાનાં ધાનેરામાં ખેડૂતોએ ચક્કાજામ સર્જ્યો, અધિકારી દ્રારા મજાક કર્યાની રાવ

બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ ચક્કાજામ સર્જ્યો. ચક્કાજામના કારણે હાઈવે પર બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અને હજારો મુસાફરો અધ વચ્ચે અટવાઈ પડ્યાં હતા. રાયડાની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા બાદ અધિકારીઓ જ ગુમ થઈ જતા ખેડૂતો ઉશ્કેરાયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વાર મળતીયાઓનો જ માલ ખરીદવામાં આવ્યો છે. અને જ્યારે ખેડૂતો ટ્રક ટેમ્પો અને ટ્રેક્ટરોમાં પાક ભરી વેચવા આવ્યા ત્યારે અધિકારીઓ રફુચક્કર થઈ ગયા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો અને ખેડૂતોએ ચક્કાજામ કરી પોતાની નારાજગી પ્રગટ કરી હતી. ચક્કાજામના કારણે રસ્તામાં વાહનોની લાંબી કતારો લાગી જવા છતા પોલીસ ફરકી ન હતી અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.