કૃષિ આંદોલન/ ખેડૂત સંગઠન ‘સંયુક્ત કિસાન મોરચા’ એ આંદોલન ચાલશે કે નહી તે અંગે આપ્યું મોટું નિવેદન

નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે બપોરે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી છે….

India
police attack 21 ખેડૂત સંગઠન 'સંયુક્ત કિસાન મોરચા' એ આંદોલન ચાલશે કે નહી તે અંગે આપ્યું મોટું નિવેદન

નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે બપોરે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી છે.

મોરચાની બેઠક પૂર્વે પંજાબનાં 32 સંગઠનોનાં પ્રતિનિધિઓ પણ સિંઘુ બોર્ડર પર બેઠક કરશે. સિંઘુ બોર્ડર છેલ્લા બે મહિનાથી ખેડૂતોનાં વિરોધનું મુખ્ય કેન્દ્ર છે. વરિષ્ઠ ખેડૂત નેતાએ કહ્યું કે, યુનાઇટેડ મોરચાની બેઠક બુધવારે બપોરે 3 વાગ્યે યોજાશે અને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા સંબંધિત તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવશે.

સંયુક્ત કિસાન મોરચો 41 ખેડૂત સંગઠનોનું સર્વોચ્ચ એકમ છે અને કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર દેખાવોનું નેતૃત્વ કરી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ સંયુક્ત કિસાન મોરચાએ પરેડ રદ કરી હતી અને તેમા ભાગ લેનારા તમામ લોકોને તાત્કાલિક સંબંધિત વિરોધ સ્થળો પર પાછા ફરવાની અપીલ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો