કૃષિ આંદોલન/ હરિયાણામાં સરકાર બચાવવામાં લાગી BJP ? દુષ્યંત ચૌટાલાએ PM મોદી સાથે કરી મુલાકાત

ચૌટાલા હરિયાણામાં ભાજપ સરકારના ગઠબંધન ભાગીદાર જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના નેતા છે. એવું માનવામાં આવે છે કે જેજેપીના કેટલાક ધારાસભ્યો વિરોધ પક્ષના દબાણ હેઠળ છે. જેજેપીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચૌટાલા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

India
a 193 હરિયાણામાં સરકાર બચાવવામાં લાગી BJP ? દુષ્યંત ચૌટાલાએ PM મોદી સાથે કરી મુલાકાત

કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિનાથી કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે, ત્યારે આ આંદોલનના પડઘા હરિયાણાની સરકાર સુધી પણ પડ્યા છે. આ સમાચાર વચ્ચે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેમાં, ખેડૂતોની કામગીરી અને કૃષિ કાયદા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા મંગળવારે ચૌટાલાએ ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

મહત્વનું છે કે, દુષ્યંત ચૌટાલા હરિયાણામાં ભાજપ સરકારના ગઠબંધન ભાગીદાર જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના નેતા છે. એવું માનવામાં આવે છે કે જેજેપીના કેટલાક ધારાસભ્યો વિરોધ પક્ષના દબાણ હેઠળ છે. જેજેપીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચૌટાલા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

‘સરકારને કોઈ ખતરો નથી’

મંગળવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ચૌટાલાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ખટ્ટર અને ચૌટાલાએ કહ્યું હતું કે, ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને કોઈ ખતરો નથી અને આ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે. તેમણે કહ્યું હતું કે બેઠકમાં તેમણે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

જેજેપી ધારાસભ્યોએ આપી ચેતવણી

દુષ્યંત ચૌટાલાએ ભાજપના ટોચના નેતાઓ સાથે ખેડૂતોની કામગીરી અંગે વાત કરી દીધી છે. કેટલાક જેજેપી નેતાઓએ તો એટલું જ કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પાછા નહીં ખેંચ્યા તો રાજ્યની ગઠબંધન સરકારને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ધારાસભ્યોએ જેજેપીના વડા અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યાના કલાકો પૂર્વે આ દાવો કર્યો હતો. જો કે, પછી ભાજપે દાવો કર્યો હતો કે હરિયાણા સરકારને કોઈ ખતરો નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો