@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર
ગુજરાતના ખેડૂતોને દિવસે વિજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલું ક્રાંતિકારી પગલું રાજયના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું.

છોટાઉદેપુર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રી ખાબડે જણાવ્યું હતું કે રાજય સરકારે ખેડૂતોનું નહીં જ તમામ વર્ગોનું કલ્યાણ થાય એ માટે ખૂબ ચિંતિત છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વિજ સબસિડી અંગે વિગતે જાણકારી આપી હતી. વધુમાં તેમણે રમજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી ગુજરાત સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના વિશે જાણકારી આપી આ યોજના થકી ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે પણ વિગતે સમજ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે પસાર કરેલા કૃષિ કાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપી તેમણે આ કૃષિ કાયદાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે એમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે સાચા અર્થમાં સૂર્યોદય સમાન પુરવાર થશે એમ જણાવી તેમણે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જશુભાઇ રાઠવા, એમ.જી.વી.સી.એલના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
