વિરોધ પ્રદર્શન/ ખેડૂતો મનાવશે ર6મી જૂને ખેતી બચાવો અને લોકતંત્ર બચાવો દિવસ

ખેડૂતો મનાવશે લોકતંત્ર બચાવ દિવસ

Top Stories
farmer ખેડૂતો મનાવશે ર6મી જૂને ખેતી બચાવો અને લોકતંત્ર બચાવો દિવસ

દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ત્રણ કૃષિ કાયદાને લઇને ખેડૂતોનો વિરોધ પ્રદર્શનન ચાલુ છે. શુ્ક્રવારે ખેડૂતો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 26 જૂનના દિવસે દેશના તમામ રાજ્યોપાલના ઘરો સામે ધરણાં કરવામાં આવશે.સંયુકત કિસાન મોર્ચાએ જાહેરાત કરી છે કે પ્રદર્શન સાથે કાળા ઝંડા બતાવવામાં આવશે,અને રાષટ્રપતિ રામનાથ કોંવિદને પણ પોતાની માંગો સંભધિત આવેદન આપવામાં આવશે.

કિસાન નેતા ઇન્દ્રજીત સિંહને એક પ્રેસ કોન્ફરન્સમાં ક્યું કે એ દિવસે ખેતી બચાવો અને લોકતંત્ર બચાવ દિવસ તરીકે મનાવવામાં આવશે,તેમણે વધુમાં કહ્યું કે અમે રાજભવન પાસે કાળા ઝંડા બતાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આવેદનપત્ર રાષ્ટ્રપતિને આપવામાં આવશે. 26 જૂન એ દિવસ છે કે જ્યારે 1975માં કટોકટી લાદી દેવામાં આવી હતી.આ દિવસે જ અમારા પ્રદર્શનને સાત મહિના થઇ જશે. આ એક અઘોષિત કટોકટી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો  સાત મહિનથી દિલ્હી સરહદ પર અભિયાન ચલાવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે, ખેડૂતોની માંગ પાયાવિહોણી છે અને નવો કાયદો ખેડૂતોની તરફેણમાં છે. સુપ્રીમ કોર્ટે આ કાયદા અમલમાં આવ્યા પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યો હતો.  આ મુદ્દાની તપાસ માટે કમિટીની રચના કરવાનો આદેશ પણ આપ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓ વિશે ખેડૂત નેતા સુમન હૂડાએ જણાવ્યું હતું કે શનિવાર સાંજ સુધીમાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે અને તે વિરોધ સ્થળ પર હાજર મહિલાઓ વિશે નિર્ણય લેશે.