આંદોલન/ જયપુર-દિલ્હી હાઈવે પર ચક્કાજામ કરશે ખેડૂતો, આંદોલન બન્યું વધુ ઉગ્ર

દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધઆંદોલન હેઠળ ખેડૂતોએ જાહેરાત કરી છે કે સિંધુ બોર્ડર પર તમામ નેતાઓ ભૂખ હડતાલ કરશે અને આ દિવસે દેશના તમામ જિલ્લા મુખ્યાલય

India
farmwr4

દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધઆંદોલન હેઠળ ખેડૂતોએ જાહેરાત કરી છે કે સિંધુ બોર્ડર પર તમામ નેતાઓ ભૂખ હડતાલ કરશે અને આ દિવસે દેશના તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવામાં આવશે.ખેડૂત સંગઠનોએ દિલ્હી જયપુર હાઇવે આજે ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે.ગઈકાલે હરિયાણા અને પંજાબમાં ટોલ પ્લાઝા ટીકા કરવામાં આવ્યા બાદ ખેડૂતોએ સરકારને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વધારે ઉગ્ર આંદોલન કરશે. બીજી તરફ થી રાજસ્થાન બોર્ડર પર હજારો ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચ કાઢી અને તેની તરફ પ્રયાણ કરવામાં આવશે.

Political pundits spin narratives around farmer agitation | Brief history of Punjab's farmers - India News

VIRODH / માંગ નહીં સંતોષાય તો 19મીથી ઉપવાસ પર ઉતરવા માટે ખેડૂતોની ચીમ…

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા18 દિવસથી ઉગ્ર દેખાવો કરી રહ્યા છે ત્યારે સરકારના સંશોધનના પ્રસ્તાવને ફરી એક વખત ખેડૂતોએ ફગાવી દીધો છે. આંદોલન હવે ઉગ્ર બનતું જાય છે અને ખેડૂતોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત સંગઠનોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કૃષિ કાયદો નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેઓનું આંદોલન ચાલુ રહેશે.17 દિવસથી નવા કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે આ તમામની વચ્ચે હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિ મંડળે શનિવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મળીને નવા કાયદા અંગે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આ મંડળનો કૃષિમંત્રીએ આવકારી અને આભાર માન્યો હતો.

Political pundits spin narratives around farmer agitation | Brief history of Punjab's farmers - India News

Corona vaccination / પ્રથમ તબક્કામાં 30 કરોડ વેક્સિનેશન, કેન્દ્ર એ જાહેર કરી SOP,…

ભારતીય કિસાન સંઘના નેતાઓએ શનિવારે રક્ષા મંત્રી રાજનાથ અને કૃષિમંત્રી સાથે મુલાકાત કરી અને ખેડૂતોની ચિંતાઓ તેમની સમક્ષ રજૂ કરી હતી આ ખેડૂત સંગઠન અને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી નોઈડા બંધ કરી રાખ્યું છે. ખેડૂતોએ તેમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માગણી કરી હતી. તેમજ હજુ સુધી ખેડૂતોનું આંદોલન અટકવાનું નામ લઇ રહ્યું નથી તેમ જ ખેડૂતોના નેતા દ્વારા આજે પણ દિલ્હી તરફ નિકુંજ ચાલુ રાખવામાં આવી છે. તેમજ જયપુર અને દિલ્હી હાઇવે બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…