Winter/ રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર અમદાવાદમાં લઘુત્તમ 17.8 ડિગ્રી તાપમાન વડોદરામાં લઘુત્તમ 19 ડિગ્રી તાપમાન સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજકોટમાં 18.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગનાં વિસ્તારોમાં માવઠુ પડ્યુ છે. આ કમોસમી વરસાદ પડ્યા બાદ ર્જાયમાં હવે […]

Top Stories Gujarat Others
corona 214 રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત
14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર
અમદાવાદમાં લઘુત્તમ 17.8 ડિગ્રી તાપમાન
વડોદરામાં લઘુત્તમ 19 ડિગ્રી તાપમાન
સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
રાજકોટમાં 18.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન
આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગનાં વિસ્તારોમાં માવઠુ પડ્યુ છે. આ કમોસમી વરસાદ પડ્યા બાદ ર્જાયમાં હવે ઠંડીનું પ્રભુત્વ વધી શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીથી વધુનો ઘટાડો થવાની આગાહી કરેલી છે.

corona 215 રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાંથી  14 ડિગ્રી સાથે નલિયા-વલસાડમાં સૌથી ઓછું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.5 ડિગ્રીનો વધારો જ્યારે 27.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અન્ય શહેરોની જો વાત કરીએ તો વડોદરામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, સુરતમાં 19.4, રાજકોટમાં 18.7 અને રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ 16 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર ભૂજમાં 15,  ડીસામાં 16.4 જ્યારે પોરબંદરમાં 18.4  ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું.

corona 216 રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો