Not Set/ ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ 5 ધરેલું ઉપાય

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો ચહેરો સુંદર દેખાય. આ માટે લોકો મોંઘા ક્રીમથી લઈને અનેક દવા લેતા હોય છે. પરંતુ આજે તમને જણાવીશું કે ઘરેલું ઉપચાર દ્વારા પણ આપણે ચહેરાને સુંદર બનાવી શકીએ છીએ. ચાલો જાણીએ આ ઉપચાર વિશે. દૂધની મલાઈ ચહેરા પર લગાવો જો કોઈનો ચહેરો ડ્રાઈ રહે છે,  તો તેવા લોકોને સ્નાન […]

Fashion & Beauty Lifestyle
Untitled 30 ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ 5 ધરેલું ઉપાય

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો ચહેરો સુંદર દેખાય. આ માટે લોકો મોંઘા ક્રીમથી લઈને અનેક દવા લેતા હોય છે. પરંતુ આજે તમને જણાવીશું કે ઘરેલું ઉપચાર દ્વારા પણ આપણે ચહેરાને સુંદર બનાવી શકીએ છીએ. ચાલો જાણીએ આ ઉપચાર વિશે.

દૂધની મલાઈ ચહેરા પર લગાવો

જો કોઈનો ચહેરો ડ્રાઈ રહે છે,  તો તેવા લોકોને સ્નાન કરતા પહેલા તાજા દૂધની મલાઈ તેમના ચહેરા પર લગાવી જોઈએ. મલાઈ લગાવ્યા બાદ હળવા હાથેથી ચહેરા પર લિશ કરો. આવી રીતે નિયમિત કરવાથી ચહેરાની ચમક વધી જાય છે અને તમારા ચહેરામાં નિખાર આવવા લાગે છે.

ચણાનો લોટ, પાઉડર અને લોટનું ઉબટન લગાવો

ચણાનો લોટ, ચંદન પાઉડર અને લોટને ભેલવીને તેનું એક ઉબટન બનાવો. તમે આ ઉબટનમાં હળદરનો પાઉડર પણ  મિક્સ કરી શકો છો. આ ઉબટનને તમારા ચહેરા પર લગાવાથી તમારા ચહેરામાં રહેલ  ગંદકી સાફ થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે.

ચહેરા પર મુલતાની માટીનો ફેસપેક લગાવો

મુલતાની માટીને પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. થોડીવાર રહેવા દઈને તમારા ચહેરા પર લગાવો. આ ફેસપેક લગાવાથી તમારા ચહેરોને સુંદર અને કોમળ બનાવશે. સાથે જ રંગ તમાર્ફા ચેહરો પણ વ્હાઈટ થાય છે. જે લોકોના ચહેરાની સ્કિન ઓયલી હોય તેમના માટે આ પેસ્ટ ખૂબ જ ફાયાદાકાર સાબિત હોય છે.

ચહેરા પર કરો તલના તેલની માલિશ

દરરોજ તમારા ચહેરા પર તલના તેલની હળવા હાથે માલિશ કરવાથી ચહેરાની સુંદરતાઅ વધારો થાય છે અને ચહેરા પર લાગેલી ગંદકીને પણ સાફ કરવામાં મદદરૂપ થાય છે. તલના તેલની માલિશ કરવાથી ચહેરા પરના દાગ-ધબાઓ પણ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલા આ તેલને ચહેરા પર લગાવો અને સવારે ચહેરાને સાદા પાણીથી ધોઈ નાખે.

બદામનું તેલ પણ છે ગુણકારી

બદામનું તેલ ચહેરા પર પડેલી કરચલીઓને ઓછી કરવા માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. આ તેલનું માલિશ કરવાથી ચહેરા પર ઘણો નિખાર આવે છે. બદામના તેલમાં વિટામિન-E, ઝિંક, પ્રોટિન અને પોટેશિયમનું સારું પ્રમાણ મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.