Rules/ Fastag ફરજિયાત, 2,000ની નોટો નહીં મળે, આજથી ઘણા નિયમોમાં ધરખમ બદલાવ

પરિવર્તન એ સંસારનો નિયમ છે ત્યારે શહેરની જનતાએ આજથી ઘણા બધા મહત્વના ફેરફાર માટે તૈયાર થઈ જવાનું છે.દેશભરમાં આજની તારીખ થી તારીખથી કેટલાંક નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. 1 માર્ચ 2021થી દેશમાં કેટલાંક

Top Stories
atm transaction rules Fastag ફરજિયાત, 2,000ની નોટો નહીં મળે, આજથી ઘણા નિયમોમાં ધરખમ બદલાવ

પરિવર્તન એ સંસારનો નિયમ છે ત્યારે શહેરની જનતાએ આજથી ઘણા બધા મહત્વના ફેરફાર માટે તૈયાર થઈ જવાનું છે.દેશભરમાં આજની તારીખ થી તારીખથી કેટલાંક નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. 1 માર્ચ 2021થી દેશમાં કેટલાંક અગત્યના ફેરફારો લાગુ થઇ રહ્યા છે. જે આમ આદમીનાં ખિસ્સા ખાલી કરશે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર તમામ પ્રકારના ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેન્કોનાં ATMમાં રૂ.2000ની ચલણી નોટો નહીં મૂકવા નિર્ણય લેવાયો છે.

Govt extends mandatory FASTag roll-out date to Dec 15 | DD News

Vaccination / આજે રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

ભારતીય બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને રૂ.2000ની નોટો નહીં મળે. કોઈ ગ્રાહકને રૂ.2000ની નોટો જોઈતી હોય તો તેણે બેન્કમાં રૂબરૂ જઈને તેનો ઉપાડ કરવો પડશે. ઊંચું મૂલ્ય ધરાવતી ચલણી નોટોના વપરાશથી લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે. આમ તો દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી થાય છે પરંતુ ફેબ્રુઆરી મહિનાનાં અંતિમ દિવસે તેમા કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આવામાં આ રાહત માર્ચ મહિનામાં યથાવત રહેશે કે પછી મહિનાની શરૂઆત ભાવ વધારા સાથે થશે. આ વાત પર પણ સૌ કોઇનું ધ્યાન રહેશે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર, સતત ચોથા દિવસે સંક્રમિતોની સંખ્યા 8 હજારને પાર,આ શહેરમાં પણ લોકડાઉન

આ ઉપરાંતદેશની ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે. આ રીતે માર્ચમાં પણ એલપીજીના ભાવ વધી શકે છે. ઓઈલ કંપનીઓ દ્વારા ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…