Rajasthan News/ સીકર પાસે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 3નાં મોત, 18 ઘાયલ, મોટાભાગના યાત્રીઓ ગુજરાતના

આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 18 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 7ની હાલત ગંભીર હોવાથી તેમને સીકરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ICUમાં રાખવામાં આવ્યા છે.

Top Stories Gujarat Breaking News
અકસ્માત

Rajasthan News:રાજસ્થાનના સીકર જિલ્લામાં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે (NH-52) પર ફતેહપુર પાસે મંગળવાર-બુધવારની મધરાતે લગભગ 10:40 વાગ્યે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો.અમદાવાદથી બીકાનેર જઈ રહેલી ખાનગી સ્લીપર બસ અને વિરોધી દિશામાંથી આવતા ટ્રક વચ્ચે સીધી ટક્કર થતાં બસનો આગળનો ભાગ પૂરેપૂરો ચકનાચૂર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 18 મુસાફરો ઘાયલ થયા છે.ઘાયલોમાંથી 7 ની હાલત ગંભીર હોવાથી તેમને સીકરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ICUમાં રાખવામાં આવ્યા છે.

માહિતી અનુસાર મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓ બસની આગળની સીટો પર બેઠેલા હતા અને ટક્કરની અસર સૌથી વધુ તેમના પર પડી હતી. તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી કારણ કે તેમની પાસે કોઈ ઓળખપત્ર મળી આવ્યા નથી અને ચહેરા પણ ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં છે.

અકસ્માતમાં મોટાભાગના મુસાફરો ગુજરાત

પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, બસમાં સવાર મુસાફરોમાંથી મોટાભાગના ગુજરાતના વિવિધ શહેરો-ગામડાઓના રહેવાસી હતા. આ તમામ યાત્રીઓ માતા વૈષ્ણો દેવી (કટરા)નાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને વચ્ચે ખાટુશ્યામજી મંદિરનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. બસ અમદાવાદથી ચાલુ થઈ હતી અને તેનું અંતિમ ડેસ્ટિનેશન બીકાનેર હતું.

મુજબ ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહ્યો હતો અને બસ બીકાનેર તરફથી જયપુર તરફ આવી રહી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ 15-20 ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો. ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.ઘાયલોને સીકરની સરકારી હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ 7 દર્દીઓને વધુ સારવાર માટે જયપુર રિફર કરવાની તૈયારી ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે GPSની જરૂર નથી! તમને ચિત્રો બતાવશે રસ્તો, ડ્રાઈવિંગની નવી તકનીકો જાણો

આ પણ વાંચો:રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ……

આ પણ વાંચો:રાજસ્થાનમાં એક ભયાનક અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત, 14 ઘાયલ