GUJARAT ACCIDENT/ રાંધેજા-પેથાપુર હાઇવે પર જીવલેણ અકસ્માતઃ પાંચના મોત

ગાંધીનગરમાં રાંધેજા-પેથાપુર હાઇવે પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પાંચના મોત થયા છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના લીધે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાવતા તેનો ખુડદો બોલી ગયો હતો.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 31 1 રાંધેજા-પેથાપુર હાઇવે પર જીવલેણ અકસ્માતઃ પાંચના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરમાં રાંધેજા-પેથાપુર હાઇવે પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પાંચના મોત થયા છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના લીધે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાવતા તેનો ખુડદો બોલી ગયો હતો. કારમાં કુલ છ લોકો સવાર હતા. એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યો છે.

કારમાં સવાર તમામ મુસાફરો પિતરાઈ ભાઈઓ હતા અને તે ફિલ્મ જોવા ગાંધીનગર ગયા હતા અને ગાંધીનગરથી પરત આવતા હતા. આ બધા પિતરાઈ ભાઈઓ માણસાના વતની હતા. મૃતકોમાં નામ મોહમ્મદ અલફાઝ, સલમાન ચૌહાણ, ઇસવાક ચૌહાણ, સાહિલ ચૌહાણ અને મોહમ્મદ બેલીમ છે. જ્યારે શાહનવાઝ ચૌહાણને ઇજા પહોંચતા તેને દાખલ કરવામાં આવ્યો છે. તેઓ ફિલ્મ જોઈને પરત આવતા હતા. તેમનું વાહન સ્પીડમાં હોવાના લીધે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવે છે.

આ દર્શાવે છે કે રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે. ગુજરાતમાં દૈનિક ધોરણે કમસેકમ ત્રણ મોત અકસ્માતના લીધે થતાં હોવાનું માનવામાં આવે છે. તેની સામે કમસેકમ છથી દસ લોકો ઇજાગ્રસ્ત થાય છે. તેમા ત્રણેકને જીવલેણ ઇજા થઈ હોવાની દૈનિક સરેરાશ છે. આ વધતા જતાં અકસ્માતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. મોટાભાગે આ અકસ્માતોમાં યુવાનોના જ મોત થતા હોય છે. તેના લીધે એકબાજુએ કુટુંબનો આધાર છીનવાઈ જાય છે તો સરકારની યુવા ક્ષમતા પરના મદારને પણ મોટો ફટકો પડે છે.


આ પણ વાંચોઃ Assembly Elections 2023/ વિધાનાસભા ચૂંટણીમાં આજે છત્તીસગઢમાં મતદાનમાં મતદારોની લાગી કતાર

આ પણ વાંચોઃ Afghani Girl/ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

આ પણ વાંચોઃ Uttarakhand/ ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાની જંગ, ઓગર મશીને 21 મીટર સુધી કર્યું ‘ડ્રિલિંગ’