Attack/ આંણદમાં અજાણ્યા શખ્સો દ્વારા બે પર જીવલેણ હુમલો, એકનું ઘટના સ્થળે મોત

આંણદનાં મોગરમાં જીવલેણ હુમલાની ઘટના નોંધવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલા એક વ્યક્તિનું

Gujarat Others
corona 10 આંણદમાં અજાણ્યા શખ્સો દ્વારા બે પર જીવલેણ હુમલો, એકનું ઘટના સ્થળે મોત

આંણદનાં મોગરમાં જીવલેણ હુમલાની ઘટના નોંધવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હોવથી હુમલાનો આ બનાવ ખૂનમાં પરિણમ્યો છે. સાથે સાથે અન્ય એક વ્યક્તિ આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવાનું પણ સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

હુમલાની અને હુમલામાં ખૂનની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ વાસદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પોલીસની પ્રાથમીક તપાસમાં હુમલા પાછળ અનૈતિક પ્રેમ સંબધો હોવાની પોલીસ દ્રારા આશંકા જોવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…