ભરૂચ/ પત્રકાર પર જીવલેણ હુમલો : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી

ગતરોજ મધ્યરાત્રીએ ચેનલના માલિક અને કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણી પર અજાણ્યા હુમલાખોરો ઈનોવા કારમાં આવી હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

Top Stories Gujarat Others Trending
ઓલિમ્પિક્સ 13 પત્રકાર પર જીવલેણ હુમલો : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી

પત્રકાર પર હુમલો : ગતરોજ મધ્યરાત્રીએ ચેનલના માલિક અને કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણી પર અજાણ્યા હુમલાખોરો ઈનોવા કારમાં આવી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. દિનેશ ભાઈ અડવાણી ચેનલના માલિક સહિત તેઓ એક પરિવારના મુખ્ય સદસ્ય પણ છે.  પત્રકારોનું મુખ્ય કામ જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે. એક નીડર અને નિષ્પક્ષ પત્રકાર સાથે આ ગેરકૃત્ય સામે ભરૂચમાં અસામાજિક તત્વોનું રાજ હોય એમ લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા તદ્દન પાંગળી બની ગયી છે.

નીડર અને નિષ્પક્ષ પત્રકારો સાથે જો આ રીતે ગેરવર્તન કરવામાં આવશે તો તમે જોઈ શકશો કે દેશનું અર્થતંત્ર કેવું થઈ ચૂક્યું છે. પત્રકાર નું  રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ચૂક્યું છે. બનાવ રાત્રિના લગભગ સાડા અગિયાર ક્લાકની આસપાસ જ્યોતિનગર પાસે પોતાની એક્ટિવા લઈ અને તેમના મિત્ર વિપુલને મળવા જઇ રહ્યો હતા તે અરસામાં ઘરે પરત ફરતી વખતે લગભગ બારથી સાડા બાર વાગ્યાના અરસામાં સોસાયટીની બહાર 25 મીટરના અંતરમાં એક ઇનોવા ગાડીમાં છ થી સાત ઇસમો આવ્યા હતા અને તેઓ નારાયણ વિદ્યાવિહાર શાળાનું એડ્રેસ પૂછી રહ્યા હતા ત્યારે તેમને એડ્રેસ બતાવા જતાં એક લાલ ટીશર્ટ પહેરેલ ઈસમ ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. અચાનક જ ઇનોવા ગાડીના તમામ ઇસમો ઉતરી અને કોઈ આગમ્ય કારણોસર લોખંડના પાઇપ, હોકી સ્ટીક અને તીક્ષ્ણ હથિયાર વડે દિનેશભાઇ પર હુમલો કર્યો હતો. ઇસમો કોણ હતા તે જાણવું મુશ્કેલ બન્યું હતું. તેમનું ઘર ઘટના સ્થળથી થોડે જ દૂર હતું દીનેશભાઈ જોરથી બૂમ પાડતાં પરિવાર અને સોસાયટીના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા જેથી હમલાવરો ફરાર થયા હતા.

તાત્કાલીક લોકોએ 108 મારફતે નજીકની હિલિંગ ટચ હોસ્પીટલમાં ખસેડતા બંને પગ અને હાથના ભાગમાં ફેકચર તથા ડાબી આંખની ઉપરના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ પ્રશ્ન એ ઉદભવે છે કે પત્રકારો દ્વારા યોગ્ય માહિતી પૂરી પાડવી શું એ ખોટું છે ..? હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે ઘટના સ્થળના સી સી ટીવી પોલીસ ખંગાલી રહી છે.

સુપ્રીમ કોર્ટ / ઓક્સિજન ફાળવણી સંબંધિત NTFના સૂચનોની કાર્યવાહીનો રિપોર્ટ રજુ કરવા કેન્દ્રને નિર્દેશ

સુપ્રીમ કોર્ટની ચિંતા / ‘શું ક્લિનિકલ ટ્રાયલ આંકડા જાહેર કરવાથી રસી મુકાવેલા 50 કરોડ લોકોના મનમાં શંકા ઉભી થશે ? 

Good News! / આ સપ્તાહમાં ઝાયડસ કેડિલાની વેક્સિનને મળી શકે છે મંજૂરી