Not Set/ પિતાએ PUBG રમવાની ના પાડી તો દિકરાએ પિતાનું જ માથું વાઢી દીધુ, માતાને કરી કેદ

આજની યુવા પેઢી મોબાઈલમાં ગેમ રમતા પોતાનો સૌથી વધારે સમય વ્યતિત કરી રહી છે. જે સમય અભ્યાસ કરવાનો હોય છે તે સમયે આ યુવાનો મોબાઈલમાં ગેમ રમવાના આદી બની ગયા છે. દરેક માતા-પિતા પોતાના પુત્રની સંભાળ ખૂબ જ પ્રેમથી કરે છે, એવી આશામાં કે જ્યારે પુત્ર મોટો થશે, ત્યારે તેને વૃદ્ધાવસ્થાનો ટેકો મળશે. માતા-પિતા પોતાની […]

Top Stories India
PUBG murder case karnataka પિતાએ PUBG રમવાની ના પાડી તો દિકરાએ પિતાનું જ માથું વાઢી દીધુ, માતાને કરી કેદ

આજની યુવા પેઢી મોબાઈલમાં ગેમ રમતા પોતાનો સૌથી વધારે સમય વ્યતિત કરી રહી છે. જે સમય અભ્યાસ કરવાનો હોય છે તે સમયે આ યુવાનો મોબાઈલમાં ગેમ રમવાના આદી બની ગયા છે. દરેક માતા-પિતા પોતાના પુત્રની સંભાળ ખૂબ જ પ્રેમથી કરે છે, એવી આશામાં કે જ્યારે પુત્ર મોટો થશે, ત્યારે તેને વૃદ્ધાવસ્થાનો ટેકો મળશે. માતા-પિતા પોતાની પરિસ્થિતિથી અજાણ રાખી પણ બાળકોનો ઉછેર સારો કરે છે, પરંતુ કળયુગનાં બાળકોને તે વાતની ક્યા સમજ જ છે! તેને મોબાઈલ મળી ગયો એટલે બહુ થયુ.

pubggg પિતાએ PUBG રમવાની ના પાડી તો દિકરાએ પિતાનું જ માથું વાઢી દીધુ, માતાને કરી કેદ

થોડી ક્ષણ માટે જરા વિચારો કે જે પુત્ર તેના પિતાને મારવા તૈયાર છે તેની પાસે કેવું હૃદય હશે? જો કે તે સાંભળીને તમને આશ્ચર્ય થયુ હશે, પરંતુ માનો આ વાત એકદમ સાચી છે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો કર્ણાટકનાં બેલગામ શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પુત્ર જ તેના પિતાનો હત્યારો બન્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે 25 વર્ષીય પુત્રએ તેના પિતાની હત્યા કરી હતી કારણ કે આરોપીનાં પિતાને તેનુ મોબાઇલ ફોન પર PUBG રમવાનું પસંદ ન હતું. મળતી માહિતી અનુસાર, આરોપી રઘુવીર કુંભાર PUBG ગેમ રમવાનો આદી હતો અને તે મોટા ભાગનો સમય મોબાઈલમાં આ ગેમ રમવામા ગાળતો હતો. તેના પિતા શંકરપ્પાને આ પસંદ નહોતું. શંકરપ્પાએ આ ગેમ ન રમવા માટે ઘણી વખત રઘુવીરને કહ્યુ હતુ, પરંતુ આરોપી પિતાની વાત માનવાને બદલે તે હંમેશા તેમના પર ગુસ્સે રહેતો હતો.

pubgkj પિતાએ PUBG રમવાની ના પાડી તો દિકરાએ પિતાનું જ માથું વાઢી દીધુ, માતાને કરી કેદ

પિતા અને પુત્ર વચ્ચે મોબાઈલમાં ગેમ રમવાને લઇને ઘણી વાર ઝઘડો પણ થતો હતો. આવી સ્થિતિમાં રવિવારે બંને વચ્ચે થોડો વિવાદ થયો હતો, ત્યારબાદ રઘુવીર ખૂબ ગુસ્સે ભરાયો હતો. મળતી માહિતી મુજબ આરોપીએ પહેલા તેની માતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને ત્યારબાદ પિતાની હત્યા કરી હતી. પિતાની હત્યા કર્યા બાદ આરોપીએ છરીથી તેના હાથ અને પગ પણ કાપી નાખ્યા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના રાત્રે અંદાજે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃતક શંકરપ્પા નિવૃત્ત પોલીસ કર્મચારી હતા. પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. જો કે પોલીસ આ કેસની તપાસ બીજા એંગલથી પણ કરી રહી છે.

Related image

એક મોબાઈલની ગેમ પરિવાર માટે મોટી મુસિબત બની ગઇ હતી. જે સ્પષ્ટ રીતે બતાવી રહ્યુ છે કે આપણી યુવા પેઢી કઇ દિશા તરફ વળી છે. તેમના ગમતા કોઇ કાર્ય પર માતા-પિતા જો પોતાની આપત્તિ નોંધાવે છે તો તે સમયે આજની પેઢીનો યુવા શું કરી શકે છે તેનુ તાજુ ઉદાહરણ કર્ણાટકથી સામે આવ્યુ છે. જો કે આ કેસથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ યુવા પેઢીને બંધક બનાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.