Not Set/ ફાટેલું જીન્સ પહેરેલી છોકરી શું તીરથ સિંહ રાવતની છે? સોશિયલ મીડિયામાં તસવીર થઇ વાયરલ! સત્ય આવ્યું સામે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત મહિલાઓના ફાટેલા જીન્સવાળા નિવેદનને લઇને ખાસ્સા વિવાદોમાં ઘેરાઇ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને લઇને ઘમાસાણ મચ્યું છે. ફિલ્મો, ટીવીથી લઇને રાજકારણ સુધીની મહિલા સેલિબ્રિટિઝ તેમના ફાટેલા જીન્સ સાથેની તસવીરો મુકી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં તીરથ સિંહ રાવતની પુત્રી અને ફિલ્મ ચક દે ઇન્ડિયા ફેમ અભિનેત્રી ચિત્રાશી રાવતના […]

India
Chitrashi Rawat ફાટેલું જીન્સ પહેરેલી છોકરી શું તીરથ સિંહ રાવતની છે? સોશિયલ મીડિયામાં તસવીર થઇ વાયરલ! સત્ય આવ્યું સામે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત મહિલાઓના ફાટેલા જીન્સવાળા નિવેદનને લઇને ખાસ્સા વિવાદોમાં ઘેરાઇ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને લઇને ઘમાસાણ મચ્યું છે. ફિલ્મો, ટીવીથી લઇને રાજકારણ સુધીની મહિલા સેલિબ્રિટિઝ તેમના ફાટેલા જીન્સ સાથેની તસવીરો મુકી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં તીરથ સિંહ રાવતની પુત્રી અને ફિલ્મ ચક દે ઇન્ડિયા ફેમ અભિનેત્રી ચિત્રાશી રાવતના ફાટેલા જીન્સ પહેરેલી તસવીરો વાયરલ થઇ છે.

ત્યાર બાદ લોકો સીએમ રાવત પર ખુલીને નિશાન તાકી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે સીએમ દુનિયાના જ્ઞાન આપી રહ્યા છે પરંતુ ઘરમાં કંઇ નથી કહેતા કે શું..જો કે આ મામલે અભિનેત્રી ચિત્રાશીએ નિવેદન આપ્યું છે.જેમાં તેણે સ્પષ્ટ કર્યું છે કે મારા પિતાનું નામ પણ તીરથ સિંહ રાવત છે, પરંતુ…પ્રદેશના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત તે નથી. પિતાનું નામ એક સમાન હોવાના કારણે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે.

મહત્વનું છે કે સીએમ તીરથસિંહ રાવતે એક નિવેદનમાં કહ્યું હતું કે આજકાલ મહિલાઓ ફાટેલા જીન્સ પહેરીને ફરી રહી છે, શું આ બધું યોગ્ય છે..આ કેવા સંસ્કાર છે…બાળકોમાં કેવા સંસ્કાર આવે છે, આ અભિભાવકો પર નિર્ભર કરે છે.

સીએમના નિવેદન પર અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ કહ્યું હતું કે અમારા કપડાને બદલતાં પહેલા પોતાની માનસિકતા બદલો.