દાવો/ લેખિકા તસ્લીમા નસરીનનું દાવો હિન્દુ ધર્મના સમર્થનમાં પોસ્ટ કરતાં FBએ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોમવારે કહ્યું કે ફેસબુક દ્વારા ફરી એકવાર તેનું એકાઉન્ટ સાત દિવસ માટે બ્લોક કરી દેવામાં આવ્યું છે.

Top Stories World
BANGLADESH લેખિકા તસ્લીમા નસરીનનું દાવો હિન્દુ ધર્મના સમર્થનમાં પોસ્ટ કરતાં FBએ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોમવારે કહ્યું કે ફેસબુક દ્વારા ફરી એકવાર તેનું એકાઉન્ટ સાત દિવસ માટે બ્લોક કરી દેવામાં આવ્યું છે. તસ્લીમાએ તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા પર એક ખાસ ધર્મ વિરુદ્ધ ખુલ્લેઆમ પોસ્ટ કરી હતી. આ મામલે  તસ્લીમાએ કહ્યું  કે ફેસબુકે ‘સત્ય બોલવા’ માટે તેમનું એકાઉન્ટ બંધ કરી દીધું છે

તસ્લીમાએ આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી,તેમણે ફેસબુક પર લખ્યું હતું કે કટ્ટરપંથી બાંગ્લાદેશીઓએ મંદિરો તો઼ડી પાડ્યા હતા અને હનુમાન મંદિરમાં કુરાન મૂક્યું હતું.બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇકબાલ હુસૈન સામે ઇસ્લામવાદીઓ ચૂપ બેઠા હતા આ પોસ્ટ મામલે ફેસબુકે તેમના વિરૂદ્વ કાર્યવાહી કરી હતી અને તસ્લીમાનું એકાઉન્ટ બંધ કરી દીધું છે. તેમણે ટ્વીટ કર્યું, ‘ફેસબુકે મારા પર પહેલા 24 કલાક માટે પ્રતિબંધ મૂક્યો. મારો ગુનો એ હતો કે મેં બાંગ્લાદેશની હેન્ડીક્રાફ્ટ સ્ટોરના જેહાદીને નોકરી ન આપવાના નિર્ણયને આવકાર્યો હતો.

તસ્લીમાનું ફેસબુક 2015માં પણ એકવાર બંધ કરવામાં આવ્યું હતું. ફેસબુક અનુસાર, કોઈનું એકાઉન્ટ ત્યારે જ બંધ કરવામાં આવે છે જ્યારે તે ‘હેટ સ્પીચ’ પોલિસીનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે. અગાઉ 17 માર્ચે તસ્લીમાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશની સરકારોએ તેમના પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો છે.