Not Set/ ચલાનના ડરથી ડ્રાઇવરે પોલીસ પર ચઢાવી ઓટો … કરોડરજ્જુ તૂટી ગઈ

આજકાલ જ્યાં જુવો ત્યાં નવા સુધારેલા મોટર વ્હીકલ એક્ટની ચર્ચા ચાલી રહી છે. આ નવા સુધારેલા એક્ટ અન્વયે 23 હજારથી લઈને 59 હજાર રૂપિયા સુધીના લોકોના ચલાન કાપવામાં આવી રહ્યા છે. તેની અસર ઝારખંડમાં પણ જોવા મળી રહી છે. ડ્રાઇવરો આમ તો તમામ દસ્તાવેજો લઇને જ જતા હોય છે, ત્યારે કેટલાક એવા પણ છે જે […]

Top Stories India
જારખંડ ચલાનના ડરથી ડ્રાઇવરે પોલીસ પર ચઢાવી ઓટો ... કરોડરજ્જુ તૂટી ગઈ

આજકાલ જ્યાં જુવો ત્યાં નવા સુધારેલા મોટર વ્હીકલ એક્ટની ચર્ચા ચાલી રહી છે. આ નવા સુધારેલા એક્ટ અન્વયે 23 હજારથી લઈને 59 હજાર રૂપિયા સુધીના લોકોના ચલાન કાપવામાં આવી રહ્યા છે. તેની અસર ઝારખંડમાં પણ જોવા મળી રહી છે. ડ્રાઇવરો આમ તો તમામ દસ્તાવેજો લઇને જ જતા હોય છે, ત્યારે કેટલાક એવા પણ છે જે પોલીસની નજરથી બચવાની ફિરાકમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ગુરુવારે રાંચી મેઈન રોડ ઉપર વાહનના દસ્તાવેજોની તપાસ કરતા ટ્રાફિક પોલીસ ઉપર એક ડ્રાઇવરે ઓટો ચઢાવી દીધી હતી. આ ઘટનામાં ટ્રાફિક અધિકારીની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને તેને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘટનાની માહિતી મળતા જ ટ્રાફિક એસપી, કોતવાલી ડીએસપી અને ઇન્ચાર્જ અધિકારી ઘાયલ ટ્રાફિક અધિકારીને મળવા માટે હોસ્પિટલ પોહચ્યા હતા

ઘાયલ અધિકારી જણાવ્યું કે એસએચઓ જોન મુર્મુ રાંચી મેઈન રોડ ઉપરના ઓવરબ્રિજ નજીક વાહનોની તપાસ કરી રહ્યો હતો. આ દરમ્યાન, પૂર ઝડપે આવી રહેલા ઓટોને પોલીસકર્મીઓએ તપાસ માટે રોકાવાનું સૂચન કર્યું હતું. તે દરમિયાન પેનલ્ટીના ડરથી ડ્રાઈવર ભાગી ગયો હતો અને સામે ઉભેલા પોલીસ અધિકારીને ટક્કર મારી હતી.

ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઓટો લઇને ફરાર થઈ ગયો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.