આતંક/ ગુજરાતમાં રાનીપશુઓની ધાક, રાજકોટમાં દીપડાએ-સાબરકાંઠામાં ભૂંડે મચાવ્યો આતંક

ગુજરાતભરમાં પાછલા થોડા સમયથી રાનીપશુઓ હાહાકાર મચાવી રહ્યાની ઘટના વિદિત છે. આ ઘટનાઓએ લોકોના મનમાં જબરદસ્ત ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ક્યારેક સિંહ ગીરનું જંગલ છોડી

Gujarat Others
pig dipado ગુજરાતમાં રાનીપશુઓની ધાક, રાજકોટમાં દીપડાએ-સાબરકાંઠામાં ભૂંડે મચાવ્યો આતંક

ગુજરાતભરમાં પાછલા થોડા સમયથી રાનીપશુઓ હાહાકાર મચાવી રહ્યાની ઘટના વિદિત છે. આ ઘટનાઓએ લોકોના મનમાં જબરદસ્ત ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ક્યારેક સિંહ ગીરનું જંગલ છોડી રાજકોટ અને ભાવનગરનાં સિમાડે દેખા દે છે, તો દીપડાની તો વાત જ શું કરવી પાછલા બે-ત્રણ મહિનામાં રાજ્યનાં અનેક સ્થળો પર દીપડાનો આંતક નોંધવામાં આવ્યો છે અને અનેક લોકો દીપડાની બરબરતાનો ભોગ બની પોતાના જીવ ખોઇ ચૂક્યા છે, તો અનેક લોકો ગંભીર રીતે ઘવાયેલા હોવાનું નોંધાયું છે. ફરી એક વખત રાનીપશુઓ દ્વારા ગુજરાતનાં બે અલગ – અગલ વિસ્તારોમાં હુમલાની ઘટના નોંધવામાં આવી છે.

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં આદમખોર દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો -  GSTV

પહેલી ઘટનામાં રાજકોટનાં લોધીકાના ઊંડ ખીજડિયા ગામમાં દીપડો દેખાયો હોવાની ઘટનાથી લોકોમાં ફફડાટ મચ્યો છે. બીલકુલ સિંહ બાદ રાજકોટની આજુબાજુ દીપડો દેખાયો છે. લોધીકા વિસ્તારનાં ગામવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો ફક્ત દેખાયો જ નથી, પરંતુ દીપડાએ 6 શ્વાનનું મારણ કર્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઊંડ-ખીજડિયા ગામના રોજીયા માર્ગ ઉપર ગત રાત્રીનાં 9 કલાકે ગ્રામવાસીઓને દીપડો જોયાનું અને દીપડો ત્યા હોવની વાતને સરપંચ અને ગ્રામવાસીઓએ પુષ્ટિ પણ કરી હોવાનું સામે આવી રહ્યું છે.

Wild Pigs of the World - Wild Pig, Peccary & Hippo Specialist Groups

બીજી ઘટનામાં સાબરકાંઠાનાં આંત્રોલી ગામની સીમમાં ભૂંડનો આતંક સામે આવ્યો છે. નીલગાય અને જંગલી ભૂંડનો અસહ્ય ત્રાસથી ખેડૂતો પરેશાન છે. ભૂંડના ટોળાએ ત્રણ ખેડૂતો પર હુમલો કર્યો હોવાની ઘટનાથી ગામ અને આસપાસનાં વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ છવાયેલો જોવામાં આવી રહ્યો છે. ભૂંડના હુમલામાં 3 ખેડૂતો ઇજાગ્રસ્તા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળી કાર્યવાહી હાથધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…