અમદાવાદ/ “ડર છે કે તે અમારો જીવ લઈ લેશે”, ન્યૂઝીલેન્ડ PR પુત્રવધુનાં ત્રાસથી સ્ટ્રેસમાં આવેલા સસરાનું મોત

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 75 વર્ષીય વૃદ્ધે પુત્રવધૂનાં માનસિક ત્રાસનાં કારણે સ્ટ્રેસમાં આવીને જીવ ગુમાવ્યો હોય જેના કારણે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Ahmedabad Gujarat
1 59 “ડર છે કે તે અમારો જીવ લઈ લેશે”, ન્યૂઝીલેન્ડ PR પુત્રવધુનાં ત્રાસથી સ્ટ્રેસમાં આવેલા સસરાનું મોત

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 75 વર્ષીય વૃદ્ધે પુત્રવધૂનાં માનસિક ત્રાસનાં કારણે સ્ટ્રેસમાં આવીને જીવ ગુમાવ્યો હોય જેના કારણે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સેટેલાઈટમાં સ્ટાર બજાર સામે આવેલા સોમેશ્વર બંગલોમાં રહેતા કલ્પનાબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રવધુ નેત્રા શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનાં પતિ દિપક શાહ અને ઘરનાં સભ્યોને અવાર-નવાર નાની મોટી બાબતોમાં બોલાચાલી કરી માનસિક ત્રાસ અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને તેમ જ દીકરા અને દીકરીનાં આડા સંબંધની ખોટી વાતો પરિવારમાં ફેલાવીને ત્રાસ આપતા હોવાને કારણે તેઓનાં પતિનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરાયો છે.

આકરા પ્રત્યાઘાત / કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચીનના દલાલ છે તેને ભારત છોડી ચીનમાં સ્થાયી થવું જોઈએ : વિનય કટિયાર

70 વર્ષીય કલ્પનાબેન શાહનાં દીકરા જીગરનાં લગ્ન 18 વર્ષ પહેલા પાયલ શેઠ નામની યુવતી સાથે થયા હતા, જે યુવતી સાથે વર્ષ 2010માં જીગરે છૂટાછેડા લીધા હતા અને તે બાદ મેટ્રોમોનીયલ સાઈટનાં માધ્યમથી ન્યૂઝીલેન્ડ પી.આર નેત્રા કાર્તિકભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા. મહિલાનાં 75 વર્ષીય પતિ દીપક શાહ ગોમતીપુરમાં ગોડાઉન રાખી કોલસાનો વેપાર કરતા હતા, અને તેમની સાથે જીગર પણ કામ કરતો હતો. 27 ફેબ્રુઆરી 2020 નાં રોજ રાત્રે વૃદ્ધાનાં પતિ ઘરમાં ઉપરનાં માળે સુવા ગયા હતા અને બીજા દિવસે સવારે પત્ની કલ્પનાબેન તેઓને ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા ન હોતા, જેથી તબીબોને બોલાવીને તપાસ કરતા તેઓનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. 31 માર્ચનાં રોજ વૃદ્ધનાં પત્ની કલ્પનાબેન તેમના રૂમમાં ગયા હતા અને પતિનાં કબાટમાંથી એક કાગળ તેઓને મળ્યું હતું, જેમાં બંને બાજુએ લખાણ ટાઈપ કરાવેલું હતું. જે વાંચતાં “મારી પૂત્ર વધુ નેત્રાએ પતિ અને તેઓને તથા તેમના દીકરા દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે, અને મારા દીકરા દીકરી વચ્ચેનાં સંબંધોની વાતો કરી લોહીનાં સંબંધ તોડાવેલા છે, આ નેત્રા મારા રૂમમાં ગમે ત્યારે ઘૂસી જાય ગમે તેમ બોલી અને કંઈ કહેવા જઈએ તો પોલીસ બોલાવવાની ધમકી આપી ડરાવે છે અને કહે છે કે તારુ ઘરમાં જીવવાનું મુશ્કેલ બનાવી દઇશ, જેના કારણે તબિયત બગડે છે થોડા સમય પહેલાં પણ ઝઘડો કરેલ અને બીક બતાવે છે ડર છે કે તે અમારો જીવ લઇ લેશે.” તેવું લખાણ મળી આવ્યું હતું. જે લખાણ 25 ફેબ્રુઆરી 2021 નાં રોજ લખીને તેના પતિ દિપક શાહે સહી કરી હોવાનું તેઓનાં ધ્યાને આવ્યું હતું.

રાજકારણ / બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

પુત્ર વધુ નેત્રા શાહની એપ્રિલ 2020માં જીગર સાથે દિકરીની ફી અને થેરાપીના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને તેને લઈને દિકરી સાથે ન્યૂઝીલેન્ડ જવા માટેની જીદ નેત્રાએ પકડી હતી, પરંતુ વૃધ્દાએ તેને ત્યાં જવાનીના પાડી હતી જે વાતનો રંજ રાખી ઘરમાં ઝઘડો તકરાર કરવાનું ચાલુ રાખ્યું હતું.. નેત્રા પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવા છતાં પણ ઘણા સમયથી વૃદ્ધાના પતિને ડરાવીને અલગ અલગ બહાના હેઠળ પૈસા માગીને લઈ જતી હતી અને પૈસા બાબતે પૂછતાં મારામારી પર ઉતરી આવતી હતી, જેથી ઘરમાં માનસિક ત્રાસ આપતી હોવાથી પતિનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. 3 દિવસ પહેલા નેત્રાએ સસરા અને સાસુને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી,,જેથી દિપક શાહે પત્નિ કલ્પનાં શાહને જણાવ્યુ હતું કે “નેત્રાનો ત્રાસ પોતાનાથી સહન થતો નથી, અને તે મારા રૂમમાં આવી, મને કંઈક કરશે”. તેવી બીકમાં તે રૂમનો દરવાજો બંધ કરીને સૂતા હતા. વૃધ્ધાએ રૂમનો દરવાડો બંધ ન કરવા માટે સમજાવ્યા તો દિપક શાહે કહ્યુ હતુ કે “આ રીતે જીવવા કરતા તો મરી જવું સારું”. જેથી વૃદ્ધાએ તેમના પતિને ધીરજ રાખવા જણાવ્યું હતું. પરંતુ નેત્રા તેમના દીકરાનો દીકરો ધર્મેશ લંડનથી આવતો હોવાથી ઘરમાં ઝઘડા કરતી હતી અને વૃધ્ધાનાં દિકરા તથા દીકરીના આડા સંબંધ બાબતે પરિવારને તેમજ દેશ પરદેશમાં રહેતા વેપારી મિત્રોને ખોટી ખોટી વાતો કરતી હતી. જે વાતની જાણ વૃદ્ધાના પતિને થતાં તેમને આઘાત લાગ્યો હતો, જેના કારણે તેઓનું મૃત્યુ થયુ હોવાનો આક્ષેપ અને આત્મહત્યા દુષ્પેરણની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ