Not Set/ સૈનિક શાળાઓમાં વિદ્યાર્થિની સંખ્યા વધી, સૈનિક શાળાઓમાં છોકરા-છોકરી સમકક્ષ

સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ અપાવવાની બાબતમાં નિરસતા જોવા મળી રહી હતી. સૈનિક શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ વધારવા માટે ઉત્સાહ વધારવાની જરુર હતી.

India
sainya સૈનિક શાળાઓમાં વિદ્યાર્થિની સંખ્યા વધી, સૈનિક શાળાઓમાં છોકરા-છોકરી સમકક્ષ

સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ અપાવવાની બાબતમાં નિરસતા જોવા મળી રહી હતી. સૈનિક શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ વધારવા માટે ઉત્સાહ વધારવાની જરુર હતી. જે માટે મિઝોરમના છિંગચિપથી પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો જે સફળતા તરફ આગળ વધી રહ્યો છે.

  • સૈનિક શાળામાં અભ્યાસ માટે શરૂ કર્યો પ્રોજેક્ટ
  • વિદ્યાર્થિની વધુ પડતો ભાગ લે તે માટે પ્રોજેક્ટ શરૂ
  • પ્રોજેક્ટ હેઠળ 350 વિદ્યાર્થિનીઓ કરે છે અભ્યાસ

સૈનિક શાળાઓમાં વધુ પડતી છોકરીઓ અભ્યાસ કરે તે માટે મિઝોરમના છિંગચિપથી પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જે સફળતા તરફ આગળ વધી રહ્યો છે. વર્ષ 2018માં મિઝોરમના છિંગચિપથી સૈનિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 2020 સુધીમાં શાળાઓમાં વિદ્યાર્થિઓનો પ્રવેશ વધ્યો. વધુ પાંચ શાળાઓ 55 છોકરીઓને પ્રવેશ આપીને સહ-શૈક્ષણિક બનવા તરફ આગળ વધી. વર્ષ 2018માં સૈનિક શાળામાં માત્ર 6 વિદ્યાર્થિની હતી. જે 2020માં વધીને 55 થઇ. તો વર્ષ 2021 સુધીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધીને 315 થઇ ગઇ છે. બાળકોને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા છ દાયકાથી શરુ કરવામાં આવેલી ‘નેશનલ ડિફેન્સ એકેડમી’નો હવે વિસ્તાર થઇ રહ્યો છે.

matdar yadi 10 સૈનિક શાળાઓમાં વિદ્યાર્થિની સંખ્યા વધી, સૈનિક શાળાઓમાં છોકરા-છોકરી સમકક્ષ

આ વર્ષે, 24 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની તમામ 33 સૈનિક શાળાઓએ માત્ર છોકરાઓ જ પ્રવેશ મેળવી શકે તે રીતને ભુલાવી દીધી છે. આ વર્ષે અખિલ ભારતીય સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષામાં 315થી વધુ છોકરીઓ ઉત્તીર્ણ થઇ છે. આ શાળા ઉમેદવારને પ્રવેશ આપવા ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનની કસોટી કરે છે. સૈનિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘોડે સવારીથી લઇને સ્વિમિંગ સુધીની પ્રવૃત્તિઓ પણ શીખે છે. આ શાળાઓમાં અભ્યાસ સિવાય વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા