Not Set/ અમદાવાદ / ડ્રગસની હેરાફેરી કરતો ફિરોજ શેખ ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉદેપુરથી ફિરોજ શેખ ઉર્ફે ફિરોજ ચોરની ૬૧ લાખના કોકેઈન તેમજ ડ્રગસના કેસમાં ધરપકડ કરી છે.ફિરોજ છેલ્લા ચાર વર્ષથી ડ્રગસ ના રવાડે ચડ્યો હતો. ડગસનું સેવન કરવા માટે ફિરોજએ તેની હેરાફેરી પણ શરૂ કરી હતી. અને તેનાથી જે પૈસા તેને મળતા હતા તે રૂપિયાનો દરરોજ ડ્રગ્સ નો સેવન કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચને આ […]

Ahmedabad Gujarat
drug અમદાવાદ / ડ્રગસની હેરાફેરી કરતો ફિરોજ શેખ ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉદેપુરથી ફિરોજ શેખ ઉર્ફે ફિરોજ ચોરની ૬૧ લાખના કોકેઈન તેમજ ડ્રગસના કેસમાં ધરપકડ કરી છે.ફિરોજ છેલ્લા ચાર વર્ષથી ડ્રગસ ના રવાડે ચડ્યો હતો. ડગસનું સેવન કરવા માટે ફિરોજએ તેની હેરાફેરી પણ શરૂ કરી હતી. અને તેનાથી જે પૈસા તેને મળતા હતા તે રૂપિયાનો દરરોજ ડ્રગ્સ નો સેવન કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની માહિતી  જયારે મળી હતી ત્યારે તેમણે ફિરોજની તમામ ગતિવિધિઓ પર વોચ રાખીને તેના લોકેશન મેળવાની કામગીરી શરૂ કરી હતી. ફિરોજ ઉદેપુરમાં છુપાયો છે તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતા તેમણે ઉદેપુર જઈને ફિરોજની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના પાસેથી મેકેડોનનો ૩૦૫ ગ્રામ તેમજ કોકીન નો ૫૧ ગ્રામ ડ્ગ્સ જેની બજાર કિંમત અંદાજે ૬૧ લાખની હતી.જે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જપ્ત કરીને આરોપીઓની પુછપરછ કરતા ફિરોજ ચોર નું નામ બહાર આવ્યું હતું.

ડ્રગ્સના રવાડે ચડેલા ફિરોજની સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ તેમજ હથિયાર રાખવાનો ગુનો દાખલ છે.અને આ સિવાય કાલુપુર , દરિયાપુર , તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના કેસમાં પણ તે પકડાયેલ હતો. અને અત્યાર સુધીમાં ચાર વખત તેને પાસા પણ થઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.