Not Set/ હોળી પાછળનું આ વૈજ્ઞાનિક કારણ અને પૌરાણિક કથા જે તમે નહિ જાણતા હોવ

હોળી એટલે આનંદ, ઉત્સવ અને રંગોનો તહેવાર. હોળીનો તહેવાર તમે મનાવતા તો હશો પણ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે જે તમને નહિ ખબર હોય. હોળીનો  તહેવારએ શિયાળાની ઋતુ પૂરી થતી હોય અને ઉનાળાની ઋતુ શરુ થતી હોય તે બંનેના વચ્ચેના સમયગાળામાં આવે છે. આથી વાતાવરણમાં તાપમાન મધ્યમ હોય છે. આ સમયગાળામાં વાતાવરણમાં અને આપણા શરીરમાં […]

Navratri 2022
HOLI હોળી પાછળનું આ વૈજ્ઞાનિક કારણ અને પૌરાણિક કથા જે તમે નહિ જાણતા હોવ

હોળી એટલે આનંદ, ઉત્સવ અને રંગોનો તહેવાર.

હોળીનો તહેવાર તમે મનાવતા તો હશો પણ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે જે તમને નહિ ખબર હોય. હોળીનો  તહેવારએ શિયાળાની ઋતુ પૂરી થતી હોય અને ઉનાળાની ઋતુ શરુ થતી હોય તે બંનેના વચ્ચેના સમયગાળામાં આવે છે. આથી વાતાવરણમાં તાપમાન મધ્યમ હોય છે.

આ સમયગાળામાં વાતાવરણમાં અને આપણા શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. આથી હોળીના દિવસે સાંજે જે હોલિકા દહન કરવામાં આવે છે. તેના લીધે વાતાવરણ અને આપણા શરીરમાના બેક્ટેરિયાનો નાશ થાય છે.

ધુળેટીના દિવસે આપણે એકબીજા પર રંગ નાખીને ઉત્સવ મનાવીએ છીએ.બાયોલોજીસ્ટ એવું માને છે, કે રંગોનો આપણા શરીર પર એક અલગ પ્રભાવ હોય છે. રંગને આપણા શરીર પર ઘસવાથી ત્વચા પરના બ્લેકહેડ્સ દૂર થાય છે અને ત્વચા ચમકીલી બને છે.

હોળીના દિવસ સાથે પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા સંકળાયેલી છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

Image result for holi celebration krishna and radha images

હોળી સાથે બીજી પૌરાણિક કથા જોડાયેલી છે, જે તમે નહિ જાણતા હોવ. ભગવાન કૃષ્ણ તેમના શ્યામ રંગના લીધે રાધાથી નાખુશ હતા. એક દિવસ કૃષ્ણને તેમની માતા યશોદાએ રાધાને કલર વડે રંગવાનું કહ્યું. આથી કૃષ્ણ તેમના પાડોશી ગામડું બરસાણામાં ગયા. બરસાણા એ રાધાનું વતન હતું. ત્યાં જઈને કૃષ્ણએ રાધા અને ગોપીઓને કલરથી રંગી દીધા. ત્યારબાદ ગોપીઓએ પણ વળતો ઉત્તર આપવા માટે લાકડીની પટ્ટી જેને આપણે અત્યારે પિચકારી કહીએ છીએ તેનાથી હોળીની ઉજવણી કરી અને ત્યારથી લાઠ માર હોળીની શરૂઆત થઇ.

વૃન્દાવનમાં આ તહેવાર અઠવાડિયા સુધી ઉજવવામાં આવે છે. જેમાં પાણી, ફૂલો, અને કલરનો ઉપયોગ કરવામાં આવે છે .