Tejas Train/ તહેવારોમાં મુસાફરો માટે આવ્યા રાહતનાં સમાચાર

તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે, આજે નવરાત્રીનું પહેલુ નોરતુ છે. વળી આગામી દિવસોમાં દિવાળી પણ આવી રહી છે

Top Stories
ipl2020 29 તહેવારોમાં મુસાફરો માટે આવ્યા રાહતનાં સમાચાર

તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે, આજે નવરાત્રીનું પહેલુ નોરતુ છે. વળી આગામી દિવસોમાં દિવાળી પણ આવી રહી છે, ત્યારે આ તહેવારોમાં લોકોને રાહત મળી રહે તે ઉદ્દેશથી નવી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન દોડવા તૈયાર છે.

તહેવારો ટાણે ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજથી મુસાફરો માટે સૌરાષ્ટ્ર મેલ શરૂ કરવામા આવી છે. તહેવારોની સીઝનમાં ખાસ કરીને અમદાવાદથી મુંબઈ જતા લોકોની સંખ્યા ખૂબ વધારો હોય છે, જેને ધ્યાનમાં રાખી અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર પણ દોડાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટ્રેનમાં મુસાફરોને મફતમાં માસ્ક આપવામાં આવશે. આ સાથે સેનેટાઈઝની કીટ પણ ટ્રેનમાં ઉપલબ્ધ રહેશે. જણાવી દઇએ કે, દિલ્હી—પોરબંદર એક્સપ્રેસ જામનગરથી દોડવા તૈયાર છે. વળી જામનગરથી દિલ્હી જતી ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ