Not Set/ ફિલ્ડ માર્શલ કરિયપ્પાને મળવું જોઈએ “ભારતરત્ન” સન્માન : સેના પ્રમુખ

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કે.એમ.કરિયપ્પાને “ભારતરત્ન” આપવા માટે માંગ કરી છે. બિપિન રાવતે આ અંગે જણાવતા કહ્યું, હવે સમય આવી ગયો છે કે હવે કારિયપ્પાના નામની દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” માટે ભલામણ થવી જોઈએ. જ્યારે રાષ્ટ્રના અન્ય લોકોને ભારત રત્ન મળવું શક્ય છે, ત્યારે મને સમજાતું નથી કે કરિયપ્પા […]

India
download 11 1 ફિલ્ડ માર્શલ કરિયપ્પાને મળવું જોઈએ "ભારતરત્ન" સન્માન : સેના પ્રમુખ

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કે.એમ.કરિયપ્પાને “ભારતરત્ન” આપવા માટે માંગ કરી છે. બિપિન રાવતે આ અંગે જણાવતા કહ્યું, હવે સમય આવી ગયો છે કે હવે કારિયપ્પાના નામની દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” માટે ભલામણ થવી જોઈએ. જ્યારે રાષ્ટ્રના અન્ય લોકોને ભારત રત્ન મળવું શક્ય છે, ત્યારે મને સમજાતું નથી કે કરિયપ્પા આ સન્માન માટે કેમ હકદાર નથી.

કે.એમ. કરિયપ્પાએ 1947 માં ભારત-પાક યુદ્ધમાં પશ્ચિમી સરહદ પર ભારતીય સેનાની આગેવાની કરી હતી. સ્વતંત્રતા પહેલા અને પછી કે.એમ. કરિયપ્પાએ સેનાની આગેવાની કરી હતી અને 94 વર્ષની વયે તેઓએ વિશ્વએ ગુડબાયને કહ્યું હતું.

મહત્વનું છે કે, કારિયાપ્પા ભારતીય સેનાના બે અધિકારીઓ પૈકી એક છે, જેઓને ફિલ્ડ માર્શલની ર્રેંક આપવામાં આવી હતી.