Ahmedabad-Fire Incident/ અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

અમદાવાદના દાણીલીમડામાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં……

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 14T101928.300 અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

Ahmedabad: અમદાવાદના દાણીલીમડામાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. યુદ્ધના ધોરણે આગ બૂઝાવવાની કામગીરી થઈ રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અમદાવાદ શહેરમાં આજે દાણીલીમડા- બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પાંચ કિમી સુધી આગનાં ગોટેગોટા જોવા મળી રહ્યાં છે. સાત થી આઠ જેટલા ગોડાઉનમાં આગ પ્રસરી જતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં TRP મોલ જેવી ભયંકર આગથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. લાશ્કરો આગ બૂઝાવવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે.

આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ગોડાઉનમાં અઢળક માલ બળીને ખાખ થઈ ગયો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ