Not Set/ ફીફા વર્લ્ડ કપ ફુટબોલમાં ભારતની આ છોકરીએ ઇતિહાસ રચ્ચો

મોસ્કો, આંધ્રપ્રદેશના ચિત્તુર જીલ્લાની વતની અને રીશી વેલી સ્કુલની 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની નતાનિયા જ્હોને હાલ ચાલી રહેલ ફીફા ફુટબોલ બોલ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો છે.11 વર્ષની નતાનિયા પહેલી ભારતીય છે જે ફુટબોલ વર્લ્ડ કપમાં બોલ ગર્લ બની છે. મુળ તામિલનાડુના નીલગીરીમાં રહેતી નતાનિયા પોતે ફુટબોલર છે અને તેણે ઓફિસીયલ મેચ બોલ કેરિયર તરીકે કોસ્ટા રીકા સામે રમી […]

Trending Sports
695733 russia 2018 logo ફીફા વર્લ્ડ કપ ફુટબોલમાં ભારતની આ છોકરીએ ઇતિહાસ રચ્ચો

મોસ્કો,

આંધ્રપ્રદેશના ચિત્તુર જીલ્લાની વતની અને રીશી વેલી સ્કુલની 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની નતાનિયા જ્હોને હાલ ચાલી રહેલ ફીફા ફુટબોલ બોલ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો છે.11 વર્ષની નતાનિયા પહેલી ભારતીય છે જે ફુટબોલ વર્લ્ડ કપમાં બોલ ગર્લ બની છે.

મુળ તામિલનાડુના નીલગીરીમાં રહેતી નતાનિયા પોતે ફુટબોલર છે અને તેણે ઓફિસીયલ મેચ બોલ કેરિયર તરીકે કોસ્ટા રીકા સામે રમી રહેલ બ્રાઝીલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

download 8 1 ફીફા વર્લ્ડ કપ ફુટબોલમાં ભારતની આ છોકરીએ ઇતિહાસ રચ્ચો

ફીફા વર્લ્ડ કપના સ્પોન્સર KIA એ એક હરીફાઇનું આયોજન કર્યું હતું જેમાં નતાનિયાની પંસદગી થઇ હતી.નતાનિયા સાથે કર્ણાટકના 10 વર્ષના રીશી તેજની પણ ઓફિસિયલ મેચ બોલ કેરિયર તરીકે પસંદગી થઇ છે.

નતાનિયાનું બોલ ગર્લ તરીકે પસંદગી થવાને કારણે તે બહુ ઉત્સાહમાં છે. નતાનિયા કહે છે કે ફુટબોલના વર્લ્ડ કપમાં એક ભારતીયની હાજરી જ થ્રીલીંગ અનુભવ છે.

eRnEKFlphp ફીફા વર્લ્ડ કપ ફુટબોલમાં ભારતની આ છોકરીએ ઇતિહાસ રચ્ચો

પોતાની પંસદગી વિશે નતાનિયાએ જણાવ્યું કે હું પોતે સ્કુલ ટીમમાં સેન્ટર ફોરવર્ડ તરીકે રમતી હતી એટલે  KIA એ જ્યારે મને ડ્રીબલીંગ,જગલીંગ અને પેનલ્ટી શુટ મારવા કહ્યું ત્યારે મને વાંધો નહોતો આવ્યો.

નતાનિયા પોતે આર્જેન્ટીનના સ્ટાર ફુટબોલર લાયોનેલ મેસીની મોટી ચાહક છે અને આર્જેન્ટીના તરફથી બોલ ગર્લ નહીં બનવાને કારણે તેને અફસોસ પણ થયો છે.

messi react ફીફા વર્લ્ડ કપ ફુટબોલમાં ભારતની આ છોકરીએ ઇતિહાસ રચ્ચો

નતાનિયા હવે બ્રાઝીલના નેમારના ઓટોગ્રાફ લેવા આતુર છે. નતાનિયા કહે છે કે હવે મને નેમારને મળવાનો ચાન્સ મળશે અને હું તેના ઓટોગ્રાફ લઇ શકીશ.

નતાનિયાએ રશિયા જતાં પહેલા ભારતની દીકરીઓને ફુટબોલર બનવાની સલાહ આપતાં કહ્યું કે દેશમાં વધુને વધુ છોકરીઓએ ફુટબોલ રમવું જોઇએ.