Fighter Jet Crash/ મધ્યપ્રદેશમાં એરફોર્સના બે જેટ તાલીમ કવાયત દરમિયાન ક્રેશ થયા

ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ – એક સુખોઇ એસયુ-30 અને મિરાજ 2000 – એક પ્રશિક્ષણ કવાયત દરમિયાન મધ્ય પ્રદેશમાં ક્રેશ થયા છે.

Top Stories India
Fighter Jet Crash મધ્યપ્રદેશમાં એરફોર્સના બે જેટ તાલીમ કવાયત દરમિયાન ક્રેશ થયા

Fighter Jet Crash ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ – એક સુખોઇ એસયુ-30 અને મિરાજ 2000 – એક પ્રશિક્ષણ કવાયત દરમિયાન મધ્ય પ્રદેશમાં મુરૈના ખાતે ક્રેશ થયા છે. બંને ફાઈટર જેટ્સે ગ્વાલિયર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી. Fighter Jet Crash શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પ્લેન  પહાડગઢથી લગભગ પાંચ કિલોમીટર દૂર નિરાર રોડ પર મદવાલી માતા પાસે પ્લેન ક્રેશ થયું હતું. પહાડગઢ વિસ્તારના લોકોએ જંગલમાં જોરદાર અવાજ સાંભળ્યો. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં વિમાનનો કાટમાળ પડ્યો હતો અને તેમાં આગ લાગી હતી. અકસ્માતના સમાચાર મળતા જ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું.

પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી. એક વિમાનમાં બે પાયલટ હતા અને તે બંને સુરક્ષિત હોવાનું કહેવાય છે અને એક વિમાનમાં એક પાયલોટ હતો તેનું મોત થયું હોવાનું કહેવાય છે.

બંને વિમાન સામસામે ટકરાયા હતા. તેના પગલે આશ્ચર્ય એ સર્જાયું છે કે બે ફાઇટર જેટ હવામાં કઈ રીતે ટકરાઈ શકે. શું તેઓને પાથ અલગ ન હતો, તેઓ એકબીજાના માર્ગ પર કઈ રીતે આવી ગયા. તેમણે એવી તે કઈ ભૂલ કરી કે તે એકબીજાની સામે આવી ગયા. શું લશ્કરમાં હવાઇ કંટ્રોલર દ્વારા તેમને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી ન હતી કે તેઓએ તેનું યોગ્ય પાલન કર્યું ન હતું તે બધાનો જવાબ બધાને જોઈશે. આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનવાથી આશ્ચર્ય સર્જાયુ છે. છેલ્લા મહિનામાં જ જોઈએ તો આવી ઘટનાઓ ત્રણથી ચાર વખત બની છે તેનાથી કોઈને પણ સવાલ થાય કે આવું તે કેવું તંત્ર ચાલી રહ્યુ છે. વહીવટીતંત્ર આ પ્રકારના ઘટનાઓને લઈને કેમ ગંભીર નથી.

આ પ્રકારની ઘટનાઓ એરફોર્સના પાયલોટ માટે હંમેશા જીવલેણ બનતી આવી છે. દરેક દુર્ઘટના પછી તપાસ થાય છે, પરંતુ ટેકનિકલ ક્ષતિ કહીને વાવટા સંકેલી લેવાય છે. પણ આ ટેકનિકલ ક્ષતિ હજી સુધી પકડાતી કેમ નથી. તેનું વારંવાર પુનરાવર્તન કેમ થાય છે તેનો કોઈ જવાબ મળ્યો નથી.

BBC Documentary Vs Kashmir Files/ બીબીસી ડોક્યુમેન્ટરીના પ્રતિભાવમાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રીનિંગ

/ સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે: યોગી આદિત્યનાથ