- ભરૂચ વાલિયા ખાતે મારામારી
- પેટ્રોલ પંપ ઉપર મારામારીની ઘટના
- 6 ઈસમોએ પેટ્રોલ પંપ બાનમાં લીધો
- સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા
ભરૂચના વાલિયા વિસ્તાર ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ ઉપર બુધવારની રાતે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે,પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટ થયા બાદ રાતે ધસી આવેલ અજાણ્યા 6 ઈસમોએ પેટ્રોલ પંપ બાનમાં લીધો અને તે અજાણ્યા ઈસમો દ્વારા પેટ્રોલ પંપના બે કર્મચારીઓને માર મારતા હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા જેને ધ્યાનમાં લઈ વાલિયા પોલીસે મારામારી અંગેનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી.
મોડી રાતે વાલિયા ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ ઉપર એક મોપેડ સવાર પેટ્રોલ પુરાવા પહોંચ્યો હતો. કર્મચારી વાહનમાં પેટ્રોલ ભરી રહ્યો હતો તે દરમ્યાન કોઈક કારણોસર મોપેડક સવારે નારાજગી વ્યક્ત કરી હતી. રકઝક વધુ થતા અન્ય કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા. ઉગ્ર બોલાચાલી થતા એક કર્મચારીએ ધક્કામુક્કી કરી મોપેડ સવારને ફટકારી ભગાડી મુક્યો હતો. મોપેડ સવાર થોડા સમય બાદ પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટની રીસ રાખી અન્ય ઈસમોએ લઈ પેટ્રોલ પંપ પહોંચ્યો હતો.
કુલ 6 શખ્સોએ પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓને ફટકારવાનું શરૂ કર્યું હતું. હાથમાં લાકડીના સપાટ લઈ ધસી ગયેલા 6 શખ્સોએ બે કર્મચારીઓને માર માર્યો હતો. અજાણ્યા ઈસમોએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને માર મારતા હોવાની ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ રેકોર્ડ થઇ છે.
પેટ્રોલ પંપ સંચાલકને કર્મચારીઓ ઉપર હુમલાની જાણ કરવામાં આવતા પોલીસને મદદ માટે કોલ કરાયો હતો.વાલિયા પોલીસે મારામારી અંગેનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:અંબાજીમા ભરાશે ચૈત્રી પુનમનો મેળો…બે વર્ષ બાદ અંબાજીના માર્ગો ‘જય અંબે’ના જયઘોષથી ગુંજ્યા
