સાઈબર ક્રાઈમ/ સુરેન્દ્રનગરમાં સગીરાના ફોટા સાથે છેડછાડ કરી અપલોડ કરાતા માથાકૂટ

સગીરાના ચુંબન કરતા ફોટા યુવકે ઇન્સ્ટાગ્રામ અપલોડ કરતા મારમારી થઈ હતી. જેમાં હથિયારો વડે હુમલો કરતા સગીરાના પરિવારના બે સભ્યોને ઈજા થઇ હતી.

Top Stories Gujarat Others
સગીરા

સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતિનું નકલી આઇડી બનાવી સગીરા ના અશ્લીલ ફોટા યુવકે ઇન્સ્ટાગ્રામમાં  અપલોડ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સગીરા ના ચુંબન કરતા ફોટા યુવકે ઇન્સ્ટાગ્રામ અપલોડ કરતા મારમારી થઈ હતી. જેમાં લાકડી, પાઇપ અને ધારિયા વડે હુમલો કરતા સગીરાના પરિવારના બે સભ્યોને ઈજા થઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર સગીરા ના પરિવારે 3 મહિલા સહીત 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે 6  વ્યક્તિઓને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ગામમાં સોશિયલ મીડિયા ઉપર અતિશય પોતાની લાઈફ શેર કરતી વ્યક્તિ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. વઢવાણમાં એક સગીરા ચુંબન કરતી હોય તેવા ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. આ બાબતે સગીરા તેમજ તેના પરિવારજનોને જાણ થતા તેને ફોટો અપલોડ કરનાર યુવકને પકડીને માર માર્યો હતો. યુવક સાથેની જપાજપીમાં સગીરાના પરિવારના બે સભ્યો પણ ઘાયલ થયા હતા અને તેને તાત્કાલિક હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સગીરાનાં ફોટો એડિટ કરીને અપલોડ કરવાની બાબતમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આમ ભોગ બનનારી સગીરાના પરિવારે ત્રણ મહિલાઓ સહિત 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક પગલા ભરતા ૬ન વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાનો વધતો જતો ક્રેઝ ક્યારેક લોકો માટે જોખમી સાબિત થાય છે. છાસવારે સોશિયલ ક્રાઈમ સામે આવતા રહે છે. અને સોશિયલ મીડિયામાં ગુનાનો ભોગ બનાનારી વ્યક્તિ ઘણીવખત ડીપ્રેશનનો શિકાર પણ બની જાય છે અને તેનું ભવિષ્ય જોખમમાં મુકાય જાય છે.

આ પણ વાંચો: ભાવનગરમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા

આ પણ વાંચો: ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આ પણ વાંચો: શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?