ફિલ્મ મેકર અને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અને પછી લાંબા સમય સુધી ડીએનએ સાથે સંકળાયેલા પ્રદીપ ગુહાનું આજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું. તેમને છેલ્લા સ્ટેજનું લિવરનું કેન્શર થયું હતું . પ્રદીપ ગુહાને શુક્રવારે સવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા હતા, પરંતુ આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું પ્રદીપના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રદીપ ગૃહાએ 2001 માં રિલીઝ થયેલી રિતિક રોશન અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ‘ફિઝા’ અને મિથુન અને ડિમ્પલ કાપડિયાની ‘ફિર કભી’નું પણ નિર્માણ કર્યું હતું.તેઓ ત્રણ દાયકા સુધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા રહ્યા બાદ 2005 માં ઝી ટેલીફિલ્મ્સના સીઈઓ તરીકે પદ સંભાળ્યું. બાદમાં તેઓ 9X મીડિયામાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેઓને કેન્શર થયં હતું.
Deeply shocked and saddened to hear about my friend @guhapradeep ‘s passing away !! May you rest in peace Pradeep 🙏
— manoj bajpayee (@BajpayeeManoj) August 21, 2021
પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રદીપ ગુહા ની સારવાર માટે ન્યૂયોર્કની પ્રખ્યાત સ્લોન કેટરિંગ કેન્સર હોસ્પિટલની સલાહ પણ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તે પોતાની પાછળ પત્ની અને એક પુત્ર છોડી ગયા છે.
બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રદીપ ગુહાને શ્રદ્ધાંજલિ આપી રહી છે. પીઢ અભિનેતા મનોજ બાજપેયીએ લખ્યું, “તમારા મિત્ર વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુ:ખ થયું. પ્રદીપ ગુહાજીનું નિધન થયું. પ્રદીપ તમારી આત્માને શાંતિ આપે.”
ભષ્ટ્રાચાર / લોકપાલને છેલ્લા 4 મહિનામાં ભષ્ટ્રાચારની કેટલી ફરિયાદ મળી જાણો…