China/ ગલવાન અંગે ચીનની કબૂલાત, 8 મહિના બાદ ચીને તેના સૈનિકનાં મોતની વાત કબૂલી છે

આખરે 8 મહિના બાદ ઊંટ પહાડની નીચે આવ્યું છે. ડ્રેગને 8 મહિના બાદ લદાખની ગલવાન ઘાટીમાં 4 સૈનિકનાં મોતની કબૂલાત કરી પડી છે. ચીને પહેલીવાર ઔપચારિક રીતે કબૂલાત કરી છે કે

Top Stories India
petrol 3 ગલવાન અંગે ચીનની કબૂલાત, 8 મહિના બાદ ચીને તેના સૈનિકનાં મોતની વાત કબૂલી છે

4 સૈનિકનાં મોત કરી કબૂલાત

આખરે 8 મહિના બાદ ઊંટ પહાડની નીચે આવ્યું છે. ડ્રેગને 8 મહિના બાદ લદાખની ગલવાન ઘાટીમાં 4 સૈનિકનાં મોતની કબૂલાત કરી પડી છે. ચીને પહેલીવાર ઔપચારિક રીતે કબૂલાત કરી છે કે ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં તેના પણ સૈનિકો માર્યા ગયા હતા. અત્યાર સુધી ચીન આ સત્ય સ્વીકાર કરતા બચતું રહ્યું હતું.  ડ્રેગને પહેલીવાર ગલવાન ખીણમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા પોતાના સૈનિકોનો આંકડોઓ પણ  જાહેર કર્યા છે.

Petrol-Diesel Price / પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ મિલિટરી કમિશને શુક્રવારે સ્વીકાર્યું કે કારાકોરમ માઉન્ટેઇન પર તહેનાત 4 ફ્રન્ટિયર ઓફિસર્સ અને સોલ્જર્સનાં ભારત સાથેની અથડામણમાં મોત થયાં હતાં. દેશની સંપ્રભુતાની રક્ષામાં તેમનાં યોગદાન માટે પ્રશંસા પણ કરવામાં આવી છે.આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ચીને આ અધિકારીઓ અને સૈનિકોનાં મોતની વાત કબૂલી છે. અત્યારસુધી તે ગલવાનમાં ઘાયલ થયેલા અને મૃતકોની સંખ્યા છુપાવતો રહ્યો હતો.

Image result for galwan valley

toolkit case / ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન : કોઈ પણ ગુનેગારની ઉંમર ના જોવી જોઈએ

ભારત અને ચીન  વચ્ચે લગભગ 45 વર્ષમાં આ સૌથી મોટી અથડામણ હતી. ચીન ગલવાન ખીણમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોનો આંકડો ખુબ ઓછો જણાવી રહ્યું છે. જો કે એ વાત સાચી છે કે તેણે આખરે કબૂલ તો કર્યું કે તેના પણ સૈનિકો માર્યા ગયા હતા. ભારતે દાવો કર્યો હતો કે ચીનના લગભગ 50 સૈનિકો માર્યા ગયા હતા. તાજેતરમાં રશિયાની સમાચાર એજન્સી TASS એ એવો દાવો કર્યો હતો કે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા. આ અગાઉ પણ અનેક રિપોર્ટમાં આ પ્રકારે ખુલાસો થયેલો છે.