Not Set/ ભારતની સ્વતંત્રતા તારીખ માટે 15 ઓગષ્ટની જ કેમ કરાઇ પસંદગી, જાણો

ભારતને આઝાદી મળ્યાનાં 2 મહિના પહેલા તે નક્કી થઇ ગયુ કે ભારતનું વિભાજન નક્કી હતું. લાંબી ચર્ચા અને વાદ-વિવાદ પછી, અંતિમ વાઇસરેય, લોર્ડ માઉન્ટબેટન આ નિષ્કર્ષ પર પહોચ્યા હતા. હવે તેની ઔપચારિક જાહેરાત કરવાનો વારો આવ્યો હતો. ભારતનાં બ્રિટીશ સામ્રાજ્યનાં ઇતિહાસમાં વાઇસરોય બીજી અને અંતિમ વખત પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહ્યા હતા. હોલમાં ભારતીય પત્રકારો […]

India
lord mountbatten1 ભારતની સ્વતંત્રતા તારીખ માટે 15 ઓગષ્ટની જ કેમ કરાઇ પસંદગી, જાણો

ભારતને આઝાદી મળ્યાનાં 2 મહિના પહેલા તે નક્કી થઇ ગયુ કે ભારતનું વિભાજન નક્કી હતું. લાંબી ચર્ચા અને વાદ-વિવાદ પછી, અંતિમ વાઇસરેય, લોર્ડ માઉન્ટબેટન આ નિષ્કર્ષ પર પહોચ્યા હતા. હવે તેની ઔપચારિક જાહેરાત કરવાનો વારો આવ્યો હતો. ભારતનાં બ્રિટીશ સામ્રાજ્યનાં ઇતિહાસમાં વાઇસરોય બીજી અને અંતિમ વખત પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહ્યા હતા. હોલમાં ભારતીય પત્રકારો ઉપરાંત અમેરિકા, રશિયા, ચીન અને અન્ય દેશોનાં પત્રકારો લોર્ડ માઉન્ટબેટનને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. જ્યારે માઉન્ટબેટને તેની વાત પૂરી કરી, ત્યારે સવાલ-જવાબની પ્રક્રિયા શરૂ થઈ. બધા પ્રશ્નો એક પછી એક આવ્યા અને માઉન્ટબેટને તેમના જવાબો આપ્યા, પરંતુ સૌથી વધુ જટિલ પ્રશ્ન હજી આવવાનો બાકી હતો. ઉલ્લેખનીય છે કે, માઉન્ટબેટને સ્વતંત્રતાથી લઇને ભાગલા સુધીની તમામ વર્ગનાં કોયડાઓનું સમાધાન કરી દીધુ હતુ, પરંતુ આ એક એવો પ્રશ્ન હતો જેને શોધવાનુ બાકી રહી ગયુ હતુ. તે સવાલ હતો આઝાદીની તારીખ શું છે?

પત્રકાર પરિષદનાં અંતે એક ભારતીય સંવાદદાતાએ સવાલ ઉઠાવ્યો, “સાહેબ, તમે સત્તા સોંપવાની તારીખ વિશે વિચાર્યું હશે! જો તારીખ નક્કી થઈ ગઈ હોય, તો તે શું છે?” સાંભળીને વાઇસરોયનો ચહેરો અચાનક મૂંઝાઇ ગયો. તેમણે સત્તાનાં સ્થાનાંતરણ માટે કોઈ તારીખ નક્કી કરી નહોતી, પરંતુ તે નક્કી કરવામાં આવ્યું હતું કે કામ ટૂંક સમયમાં થવું જોઈએ. માઉન્ટબેટને ખચાખચ ભરાયેલા હોલને જોયું. દરેક તેમને ખૂબ કાળજીથી જોઈ રહ્યા હતા અને પછી તે ક્ષણ આવી ગઈ, જેની દરેક રાહ જોઇ રહ્યા હતા.

જાણીતા ઇતિહાસકારો ડોમિનિક લૈપિયર અને લૈરી કોલિન્સ તેમના પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ માં લખે છે, ‘તે સમયે માઉન્ટબેટનાં દિમાગમાં ઘણી તારીખો હતી. સપ્ટેમ્બરની શરૂઆતમાં, સપ્ટેમ્બરની મધ્યમાં, ઓગષ્ટની વચ્ચે’ કે કંઈક અલગ? ‘ અને પછી અચાનક માઉન્ટબેટને કહ્યું, ’15 ઓગષ્ટ, 1947 નાં રોજ સત્તા ભારતીય હાથોમાં સોંપવામાં આવશે.’ આ તારીખની સાથે માઉન્ટબેટનની એક ગૌરવપૂર્ણ સ્મૃતિ જોડાઈ હતી. આ દિવસે, બર્માનાં જંગલોમાં લાંબા સમયથી ચાલતા યુદ્ધનો અંત આવ્યો અને જાપાની સામ્રાજ્યએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. માઉન્ટબેટન માટે એક નવા લોકશાહી એશિયાનાં જન્મ માટે જાપાનની શરણાગતિની બીજી વર્ષગાંઠથી સારી તારીખ અન્ય કઇ હોઇ શકે!

રેડિયો પર માઉન્ટબેટનની નિયત તારીખની જાહેરાત થતાં જ હિન્દુસ્તાનમાં જ્યોતિષીઓ પોતાનું પંચાંગ ખોલીને બેસી ગયા. કાશીનાં જ્યોતિષીઓ અને પંડિતોએ તરત જ જાહેરાત કરી કે 15 ઓગષ્ટનો દિવસ એટલો અશુભ છે કે ભારતને 1 દિવસ વધારે બ્રિટીશ શાસન સહન કરવું સારું રહેશે. બીજી બાજુ, કલકત્તામાં (હવે કોલકાતા) સ્વામી મદનાનંદે ઘોષણા સાંભળ્યા બાદ અને ગ્રહો નક્ષત્રની સ્થિતિ જોઈને બોલ્યા, ‘શું અનર્થ કર્યો છે, આ લોકોએ? કેવો અનર્થ કરી દીધો!’ તેમણે તરત જ માઉન્ટબેટનને એક પત્ર લખ્યો, ‘ભગવાનની ખાતર 15 ઓગષ્ટે ભારતને સ્વતંત્રતા ન આપો, કારણ કે જો આ દિવસે આઝાદી મળી તો ત્યારબાદ પૂર, દુષ્કાળ અને રોગચાળો ફેલાશે, જેના માટે આ તારીખ જ જવાબદાર હશે. ‘જો કે, આ પત્રની માઉન્ટબેટન પર કોઈ અસર થઈ ન હતી અને છેવટે 15 ઓગષ્ટે તે સવાર આવી ગઇ, જેની લોકો દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.