જાહેરાત/ PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ કરી મોટી જાહેરાત,જાણો વિગત…

પીડીપીના વડાએ કહ્યું કે અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ બધુ બરાબર છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ખોટું છે. પરિસ્થિતિ સારી નથી

Top Stories India
MAHEBUBA12333 PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ કરી મોટી જાહેરાત,જાણો વિગત...

પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર અને ભાજપની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે મને આ સરકાર પાસેથી કોઈ આશા નથી, કારણ કે જમ્મુ-કાશ્મીર પર હાલ અત્યાચાર કરવામાં આવી રહ્યું છે.  સરકારે લોકશાહીના નિયમો નેવે મૂકી દીધા છે, અને સરમુખ્ત્યારની જેમ જો હુકમી કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરને લેબોરેટરી બનાવીને અહીં પ્રયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર આ સમયે સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવી શકી નથી.જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ ચૂંટણી નહીં લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણીએ કહ્યું કે અલબત્ત, અમે ચૂંટણી લડવાના છીએ, અમે તેમને કોઈ સ્થાન આપીશું નહીં, પરંતુ કાશ્મીરમાં ઘરા 370 ફરીથી સ્થાપિત ન થાય ત્યાં સુધી હું ચૂંટણી લડીશ નહીં.

પીડીપીના વડાએ કહ્યું કે અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ બધુ બરાબર છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ખોટું છે. પરિસ્થિતિ સારી નથી, તેનું તાજેતરનું ઉદાહરણ શાકભાજી વેચતો છોકરો છે, જેને ગોળી વાગી હતી. મીડિયાને કોઈ સ્વતંત્રતા નથી. લોકોને પાસપોર્ટ આપવામા આવતા  નથી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને ચીયર કરનારા આગ્રાના છોકરાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મને વાજપેયીજીના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ યાદ છે. તે સમયે પાકિસ્તાનના નાગરિકો ભારત માટે ચીયર કરી રહ્યા હતા અને ભારતના નાગરિકો પાકિસ્તાનની ટીમ માટે ચીયર કરી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ તત્કાલિન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા હતા

થોડા દિવસો પહેલા આગ્રામાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન, જ્યારે કેટલાક ભારતીય યુવાનોએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ચીયર કર્યા હતા, ત્યારે હંગામો થયો હતો. એક પણ વકીલ તેમનો કેસ લેવા તૈયાર નથી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે ‘ગાંધીનું ભારત’ ‘ગોડસેના ભારત’માં બદલાઈ રહ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મેં વાજપેયીથી મોટો રાજનેતા જોયો નથી. તેણે પાડોશી દેશ સાથે વાત કરી એટલું જ નહીં, તે પાકિસ્તાન પણ ગયા.