ગુજરાત/ અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું જાણો કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું?

અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જે 523.70 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2020-21માં માત્ર 35 કરોડ રૂપિયાની આવક સામે આવી છે.

Ahmedabad Gujarat
cricket 60 અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું જાણો કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું?
  • અમદાવાદ AMTSનું 523.70 કરોડનું બજેટ રજૂ
  • AMTSનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજૂ
  • વર્ષ 2020-21 માત્ર 35 કરોડ રૂપિયાની આવક
  • 131 કરોડની આવકના અંદાજ સામે 35 કરોડની આવક
  • AMTS બસના ભાડામાં કોઈ વધારો નહીં
  • 1 લાખ શ્રમિકોને મફતમાં પ્રવાસ કરાવાશે
  • લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે
  • વાસણા, સારંગપુર બસ સ્ટેશનનું કરાશે નવિનીકરણ

અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જે 523.70 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2020-21માં માત્ર 35 કરોડ રૂપિયાની આવક સામે આવી છે. 131 કરોડની આવકનાં અંદાજ સામે 35 કરોડની આવક સામે આવી છે. હાલ, AMTS બસનાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Cricket / ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

આપને જણાવી દઇએ કે,  અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યુ, જેમા સૌથી મહત્વની વાત કરીએ તો ભાડામાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામા આવ્યો નથી. ઓછામાં ઓછું ભાડું 3 રૂપિયા અને સેકન્ડ પાર્ટનું ભાડું 7 રૂપિયા રાખવામાં આવ્યુ છે. 523.70 કરોડનું આ બજેટ કમિશ્નર દ્વારા રજૂ કરવામા આવ્યુ છે. વળી જો ગતવર્ષની વાત કરીએ તો કોરોનાકાળમાં AMTS દ્વારા ઘણી એવી સેવાઓ આપવામાં આવી છે. મેડિકલ વિભાગને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પણ AMTS એ સેવા આપી છે.

કોરોના વકર્યો: સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગની ગતિ તેજ, સ્પ્રેડર બની શકે એવા લોકોને શોધવા કામગીરી શરૂ

વળી આપને જણાવી દઇએ કે, 2020-21 માં 131 કરોડનાં આવકનાં અંદાજ સામે માત્ર 35 કરોડની જ આવક થઇ છે. વળી ગત વર્ષે બજેટમાં જે જોગવાઇઓ કરવામા આવી હતી તેને આ વર્ષે પણ રિપીટ કરવામા આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ