Not Set/ જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા

2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને આજે વિશેષ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 38  આરોપીને ફાંસીની સજા સંભળાવી છે

Top Stories Ahmedabad Gujarat
a 109 જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા
  • 2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો
  • કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
  • 26 જુલાઇ 2008ના રોજ થયા હતા બોમ્બ બ્લાસ્ટ
  • 20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા બોમ્બ બ્લાસ્ટ
  • બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના થયા હતા મોત
  • 200 થી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત

2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને આજે વિશેષ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 38  આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે 11 ને આજીવન કેદની સજા સંભળાવી છે,અગાઉ, ફરિયાદ પક્ષે કોર્ટને તમામ ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે, જ્યારે બચાવ પક્ષે કોર્ટમાં ઓછામાં ઓછી સજાની અપીલ કરી હતી. 8 ફેબ્રુઆરીના રોજ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલે ચુકાદામાં 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે 77માંથી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોની સજાની ચર્ચા પૂરી થઈ ગઈ છે. જેના પર આજે સજાની જાહેરાત કરવામાં આવશે. 13 વર્ષ પહેલા થયેલા આ ધડાકાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું.

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા આ સીરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ મળ્યા હતા, ત્યારબાદ અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે તમામ 35 એફઆઈઆરને એક સાથે જોડી દીધા બાદ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા વિસ્ફોટોની કડીઓ પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન (IM) સાથે જોડાયેલી હતી અને ડિસેમ્બર 2009માં કુલ 78 લોકો સામે ટ્રાયલ શરૂ થઈ હતી. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્યા બાદ કુલ આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ ગઈ હતી.

તે જ સમયે, પોલીસે આ મામલે ગંભીર આરોપ લગાવ્યો હતો કે હિઝબુલ મુજાહિદ્દીન (IM)ના આતંકવાદીઓએ ગોધરા ઘટના બાદ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટોનું આયોજન કર્યું હતું. આ રમખાણોમાં લઘુમતી સમુદાયના ઘણા લોકોના પણ મોત થયા હતા.

તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર,  ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ  શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં  77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી.

આ પણ વાંચો :રાજકોટમાં પોલીસ સામે વધુ એક આક્ષેપ, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારે 12.50 લાખની કરી છેતરપિંડી

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં 4116 બાળકો શિક્ષણથી વંચિત : સર્વેમાં ચોંકાવનારી હકીકતો આવી સામે

આ પણ વાંચો : રાજયમાં  કોરોના કેસ ઘટતા 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

આ પણ વાંચો :સુરેન્દ્રનગર ખોડુના પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન ગાડામાં જોડી

આ પણ વાંચો : સદરની જેનીસ પેલેસ હોટેલમાંથી રૂ.40 લાખની વીજ ચોરી પકડાઈ