Auto/ જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવા ફોર્ચ્યુનરની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપની 6 જાન્યુઆરી 2021 નાં ​​રોજ નવી ટોયોટા ફોર્ચ્યુનર લોન્ચ કરશે. કારનું અપડેટ મોડલ વર્લ્ડ પ્રીમિયર તાજેતરમાં યોજાયું હતું…

Tech & Auto
test 14 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવા ફોર્ચ્યુનરની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપની 6 જાન્યુઆરી 2021 નાં ​​રોજ નવી ટોયોટા ફોર્ચ્યુનર લોન્ચ કરશે. કારનું અપડેટ મોડલ વર્લ્ડ પ્રીમિયર તાજેતરમાં યોજાયું હતું. કંપની આ કારમાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે.

test 15 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

-આ લોકપ્રિય એસયુવીમાં ઘણા નવા કોસ્મેટિક ફેરફાર મેળવશે. કાર પહેલાથી જ મોટી મેશ પેટર્નની ગ્રીલનો ઉપયોગ કરી ચૂકી છે. આ સિવાય કારમાં નવા એલઇડી હેડલેમ્પ્સ અને રિવાઇઝ્ડ બમ્પરનો ઉપયોગ કરવામાં આવશે.

test 17 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

-કારમાં નવા 18 ઇંચનાં એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવશે. એસયુવી પહેલા કરતાં વધુ સ્લિમ એલઇડી ટેલ લેમ્પ્સનો ઉપયોગ કરશે. કારની પાછળની પ્રોફાઇલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

test 18 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

-કારનાં ઇંટીરિયર લેઆઉટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે હવે નવા ફોર્ચ્યુનરમાં 8.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે મળશે.

test 16 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

-કારમાં રિવાઇજ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ કારમાં 360 ડિગ્રી કેમેરા, 9 સ્પીકર જેબીએલ ઓડિયો સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ, 8 પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર અને એમ્બિયન્ટ લાઇટ જેવી સુવિધાઓ મળશે.

test 19 જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner

-આ કાર 2.8 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે આવશે, જે 204bhp પાવર અને 500Nm ટોર્ક જનરેટ કરે છે. કારનું હાલનું એન્જિન 177bhp પાવર અને 450Nm ટોર્ક જનરેટ કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…