Not Set/ જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

પશ્ચિમ બંગાળ વિધાનસભાના બીજા તબક્કાની ૩૦ બેઠકો પર ૧૭૧ ઉમેદવારોના કિસ્મતનો ફેંસલો ગુરૂવારે થવાનો છે. આ તબક્કામાં ભાજપે રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીને ન માત્ર મોટો પડકાર ફેક્યો છે પણ મમતા બેનરજીની સામે પોતાની નંદિગ્રામ બેઠક પર જીત નોંધવવા માટે પણ ચેલેન્જ છે. બંગાળના બીજા તબક્કામાં જાતિય અને ધાર્મિક સમીકરણને ઘણા મહત્વના માનવામાં આવે છે. કારણ […]

Mantavya Exclusive Gujarat Assembly Election 2022 India Politics
election voting જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

પશ્ચિમ બંગાળ વિધાનસભાના બીજા તબક્કાની ૩૦ બેઠકો પર ૧૭૧ ઉમેદવારોના કિસ્મતનો ફેંસલો ગુરૂવારે થવાનો છે. આ તબક્કામાં ભાજપે રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીને ન માત્ર મોટો પડકાર ફેક્યો છે પણ મમતા બેનરજીની સામે પોતાની નંદિગ્રામ બેઠક પર જીત નોંધવવા માટે પણ ચેલેન્જ છે. બંગાળના બીજા તબક્કામાં જાતિય અને ધાર્મિક સમીકરણને ઘણા મહત્વના માનવામાં આવે છે. કારણ કે સૌથી વધારે ૨૪ ટકા અનુસૂચિત જાતિના લોકો છે જેઓ ચોથા ભાગમાં છે. તેવામાં દલિતોને સાધવા માટે ટીએમસી અને ભાજપે દરેક જતન કર્યુ છે.

VOTING LINE જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

બંગાળના બીજા તબક્કાની ૩૦ બેઠકોમાં દક્ષિણ પરથણાની ચાર, પશ્ચિમ મેદિનીપુરની નવ, બાંકુડાની આઠ અને પુર્વ મેદિનીપુરની નવ બેઠકો સામેલ છે. વર્ષ ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં આ ૩૦ બેઠકોમાંથી ટીએમસીએ ૨૨ એટલે કે ૭૩ ટકા બેઠકો પર જીત મેળવી હતી. પણ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સ્થિતી બદલાઇ ગઇ. ભાજપે આ વિધાનસભા વિસ્તારમાંથી ૧૮ બેઠકો પર જીત મેળવી લીધી. જ્યારે ટીઅમેસી માત્ર ૧૨ બેઠકો પર જ જીત મેળવી શકી. અને આજ કારણ છે કે બીજા તબક્કાની ચૂંટણીમાં તે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. બંગાળના બીજા તબક્કામાં જાતિય અને ધાર્મિક સમીકરણને જોતા સૌથી વધારે ૨૪ ટકા અનુસૂતિત જનજાતિના લોકો છે. જ્યારે મુસ્લિમ સમુદાય ૧૩ ટકા છે. તે ઉપરાંત પાંચ ટકા અનુસૂચિત જનજાતિના મતદારો છે. બીજા તબક્કાની ૩૦ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર અનુસૂચિત જાતિ ૨૦ કટાથી વધારે છે. જ્યારે ૩ બેઠકો પર અનુસૂચિત જનજાતિની સંખ્યા ૨૦ ટકાથી વધારે છે.

MAMTA જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

તો જંગલમહલ વિસ્તારમાં બાઉડી અને બાગદીમાં દલિત મતદારોની સંખ્યા ઘણી વધારે છે. તેવી જ રીતે ૨, પગણામાં એસસી સમુદાયની તમામ ઉપજાતિઓ સામેલ છે. ભલે બીજા તબક્કામાં ૧૩ ટકા મુસ્લિમ હોય, પણ નંદિગ્રામની બેઠક પર ૩પ ટકાથી વધારે છે. તેવામાં બીજા તબક્કાની રાજકીય બાજી ભલે દલિતોના હાથમાં હોય પણ નંદિગ્રામ બેઠક પર મુસ્લિમ મતદાર હાર અને જીત નક્કી કરવાની સ્થિતીમાં છે. બંગાળના આ બીજા તબક્કામાં જાતિય સમીકરણને જોતાં ભાજપ અને ટીએમસીએ તમામ પ્રયત્નો કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ પરગણા જીલ્લામાં સ્થિતી તીર્થ સ્થલ ગંગાસાગરનો પ્રવાર કર્યો. જે હીંદુઓનું મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે. ગંગાસાગરના પ્રવાસ દરમિયાન અમિતશાહે વાયદો કર્યો હતો કે જો ભાજપની સરકાર બનશે તો ગંગાસાગરને આંતરરાષ્ટ્રીય પર્ય્ટન સ્થળમાં સામેલ કરવામાં આવશે. ભાજપે તેને સંકલ્પ પત્રમાં પણ સામેલ કર્યુ છે. અમિતશાહે કાકદ્રિપની મુલાકાત દરમિયાન દલિત સમુદાયના ઘરમાં ભોજન લીધુ હતું.

AMIT SHAH જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

તો મમતા બેનરજીએ નવા ચહેરાઓ પર દાવ ખેલ્યો છે. મમતા બેનરજીએ એન્ટિઇન્કંબેસી ફેક્ટર સામે મુકાબલો કરવા માટે નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. ત્રીસ બેઠકોમાં ટીએમસીએ ૧૭ નવા ચહેરા ઉતાર્યા છે. બાંકુડા જીલ્લામાં થવા જઇ રહેલી આઠ બેઠકોમાંથી મમતા બેનરજીની પાર્ટીએ સાત ઉમેદવારોને બદલી નવા લોકોને ટિકિટ આપી છે. દક્ષિણ ૨૪ પરગણા જીલ્લામાં જ્યાં ટીએમસીએ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત મેળવી હતી. પાર્ટીએ અહી એક પણ ઉમેદવારને બદલ્યો નથી. અને ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં જે ચહેરાઓ હતા તેમને જ ટિકિટ આપી છે. તો પુર્વ મેદિનીપુર જીલ્લાની ૧૮ બેઠકો પર આ જ તબક્કામાં મતદાન થવાનું છે. ટીઅમેસીએ ૧૮ ઉમેદવારોમાંથી ૧૦ ઉમેદવારોને બદલી નાખ્યા છે. મમતા બેનરજીએ ખુદ બીજા તબક્કામાં નંદિગ્રામ બેઠક પર ઉતરીને ભાજપના રાજકીય પ્રભાવને તોડવાની રણનીતિ અપનાવી છે. તે પોતાના પ્રચારમાં મહિલા મતદારો પર ફોક્સ કરી રહી છે. અને આ જ તબક્કામાં પોતાના પ્રતિસ્પર્ધિઓની સરખામણીમાં વધારે મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે.

tmc women જાણો બંગાળમાં બીજા તબક્કાની ૩૦ બેઠકો પર કેવુ છે જાતિ અને ધાર્મિક સમીકરણ?

મમતા બેનરજી પોતાની સભાઓમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી કે ‘દ્વારે સરકાર’ જેવાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે. મમતા બેનરજીએ નંદિગ્રામ બેઠક પર ત્રણ દિવસના ડેરા નાખીને પોતાની બેઠક જ નહી પણ પુર્વ અને પશ્ચિમ મેદિનીપુર જીલ્લામાં ૧૮ બેઠકો પર સમીકરણ સાધવાનો દાવ રમ્યો છે. બાંકુડા જીલ્લામાં ભાજપને બહૂમત મળવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ૨૪ પરગણા જીલ્લામાં ટીઅમેસી મજબૂત સ્થિતીમાં જોવા મળી રહી છે. પુર્વ અને પશ્ચિમ મેદિનીપુર જીલ્લામાં ભાજપ અને ટીઅમેસીની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.